શ્રીલંકામાં આ બંને ભારતીય ખેલાડીઓમાં જોવા મળશે અનોખી રેસ….

કોલંબોઃ રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન રોહિત શર્મા અને સુરેશ રૈના વચ્ચે એક અનોખી રેસ જોવા મળી શકે છે. રોહિતે અત્યાર સુધી ૨૬૫ ટી-૨૦ મેચની ૨૫૩ ઇનિંગ્સમાં કુલ ૨૮૧ છગ્ગા ફટકાર્યા છે, જ્યારે સુરેશ રૈનાએ ૨૭૧ મેચની ૨૫૭ ઇિનંગ્સમાં ૨૭૮ છગ્ગા ફટકાર્યા છે.

આમ રૈના છગ્ગાનો રેકોર્ડ તોડવા માટે રોહિતથી થોડોક જ પાછળ છે. એ વાત પણ ભૂલવી ના જોઈએ કે સુરેશ રૈના ઘણા સમયથી ટીમ ઇન્ડિયાની બહાર હતો અને તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા પ્રવાસથી તેણે ટીમ ઇન્ડિયામાં વાપસી કરી હતી. હવે એ જોવું દિલચસ્પ બની રહેશે કે છગ્ગા ફટકારવામાં કોણ બાજી મારી લે છે.

મોહંમદ સિરાઝ પર બધાની નજર
બૂમરાહ અને ભુવનેશ્વરના સ્થાને ફાસ્ટ બોલર મોહંમદ સિરાઝને આ ટ્રાઇ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છો. મોહંમદ સિરાઝે તાજેતરમાં જ પૂરી થયેલી વિજય હજારે ટ્રોફીમાં પોતાની શાનદાર બોલિંગથી વિરોધી ટીમના બેટ્સમેનોને ખૂબ પરેશાન કર્યા હતા. બે વાર તેણે પાંચ વિકેટ પણ ઝડપી હતી. િસરાઝનું બોલિંગ પ્રદર્શન એવું રહ્યું હતુંકે તેણે સાત મેચમાં કુલ ૨૩ વિકેટ ઝડપી હતી.

You might also like