કેન્દ્રીય મંત્રી વીકે સિંહની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી, બ્લેકમેલરે માંગ્યા બે કરોડ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. આટલું જ નહીં, ફોન કરનાર વ્યક્તિએ તેમણે બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતની ફરિયાદ પછી બુધવારે દિલ્હીના તુગલકાબાદ રોડ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિ કેન્દ્રીય મંત્રીની પત્ની પાસેથી બે કરોડ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો. એટલું જ નહીં, તે વ્યક્તિએ એવી પણ ધમકી આપી કે જો તે આવું નહીં કરે તે તેને તેની કિંમત પોતાની જાન આપીને ચૂકવવી પડશે.

આરોપી મંત્રીની પત્નીને વાતોનું રેકોર્ડિંગ સાર્વજનિક કરવાની પણ ધમકી આપીને તેને બ્લેકમેલ કરી રહ્યો છે. તુગલક રોડ થાના પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ મુદ્દો હાઇ પ્રોફાઇલ હોવાને કારણે પોલીસ બીજું કંઇ પણ કહેવા તૈયાર નથી.

પોલીસના જણાવ્યા અનુસાર. કેન્દ્રીય મંત્રીનો પરિવાર તુગલક રોડ થાના વિસ્તારમાં રહે છે. કેન્દ્રીય મંત્રીની પત્નીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે તેના ભત્રીજાના ઓળખીતા ગુડગાંવમાં રેહતા પ્રદીપએ બ્લેકમેલ કરવાના ઉદ્દેશથી ઊંધી સીધી રીતે નજીકની વાતો રેકોર્ડ કરી લીધી છે.

You might also like