નાયડૂએ 13 નવા ફાસ્ટટ્રેક સ્માર્ટ શહેરોની યાદી જાહેર કરી

નવી દિલ્હી : કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ ફાસ્ટ ટ્રેક સ્માર્ટ સિટી પ્રતિયોગિતામાં જીતેલા 13 શહેરોની જાહેરાત કરી દીધી છે. આ 13 શહેરોમાં લખનઉ ટોપ પર છે. જ્યારે વરાંગલ બીજા સ્થાન પર છે. એક પત્રકાર પરિષદ બોલાવીને વેંકૈયા નાયડૂએ શહેરોની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે શહેરોની પસંદગી કરવામાં આવી હતી. નક્કી રકમની વહેંચણી શહેરી વસ્તી અને અન્ય માપદંડોનાં આધારે કરવામાં આવ્યું છે.

પટના, શિમલા પણ હતા પ્રતિયોગીતામાં

આ વર્ષે 27 વધારે શહેરોનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવશે. પટના, શિમલા, ન્યૂ રાયપુર, અમરાવદી, બેંગ્લોર, તિરુવનંતપુરમ, રાયબરેલી અને મેરઠને પણ પ્રતિયોગિતામાં સમાવેશ કરવા માટેની તક આપવામાં આવી છે.
નાયડૂએ કહ્યું કે 500 શહેરોનું સ્વચ્છતા સર્વે કરાવવામાં આવી રહ્યો છે. સ્માર્ટ સિટીઝમાં પાણીની સમસ્યા નહી રહે. સ્માર્ટ સિટીઝન પણ તેમાં ભુમિકા નિભાવશે. સ્માર્ટ સિટીજનાં બહાને નગરપાલિકાઓની ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે. ગત્ત સરકારનાં જમાનામાં થયેલા કન્સ્ટ્રક્શન મુદ્દે રોકાણનો વિવાદ છે. અમે તેને પણ કાયદાઅનુસાર પતાવીશું.

સરકારનું કામ સંતોષજનક

મંત્રીએ કહ્યું કે હું શહેરીવિકાસ મંત્રી તરીકે સરકારની ઉપલબ્ધીઓથી સંતુષ્ટ છું. આ વખતે ગત્ત લોકસભા કરતા વધારે કામ થયું છે. લોકસભામાં 93 બિલ પાસ થયા અને રાજ્ય સભામાં પણ વધારે કામ થયું. આ સરકારમાં રિયલ ટ્રાન્સફોર્મેશન થયું છે, ન તો કોઇ સ્કેમ નાં કોઇ સ્કેન્ડલ

જાહેર કરાયેલા 13 ફાસ્ટટ્રેક સ્માર્ટ સિટીઝ
1. લખનઉ
2.વરાંગલ
3. ધર્મશાળા
4. ચંડીગઢ
5. રાયપુર
6.ન્યૂ ટાઉન કોલકાતા
7. ભાગલપુર
8. પણજી
9.પોર્ટ બ્લેયર
10. ઇંફાલ
11. રાંચ
12. અગરતલા
13. ફરીદાબાદ

You might also like