કેન્દ્રીય પ્રધાનની મુસ્લિમોને ધમકીઃ આપણે તાકાત બતાવવી પડશેે

આગ્રા: કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન રામશંકર કઠેરિયાએ મુસ્લિમો માટે અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને ધમકી આપી છે. અહીં આરએસએસ કાર્યકર અરુણ માહોરને શ્રદ્ધાંજલિ આપતાં કઠેરિયાએ જણાવ્યું હતું કે આપણે હવે આપણી જાતને શકિતશાળી બનાવવી પડશે. હવે જંગ છેડવો પડશે. જો આવું નહીં થાય તો આજે આપણે એક અરુણ ગુમાવ્યો છે અને આવતી કાલે આવા બીજા અરુણો ગુમાવવા પડશે. બીજો અરુણ ગુમાવીએ તે પહેલાં આપણે તાકાત બતાવવી પડશે.

રામશંકર કઠેરિયાએ પોતાનાં ભાષણમાં જણાવ્યું હતું કે આ હત્યારાઓ જ ચાલ્યા જાય એવા પ્રકારની તાકાત બતાવવી પડશે. રપ ફેબ્રુઆરીએ અરુણની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં બીજી કોમના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ આગ્રા અને આસપાસના વિસ્તારોમાં ભારે તણાવની સ્થિતિ છે.

You might also like