સ્કર્ટના નિવેદન પર ઘેરાયેલા મંત્રી મહેશ શર્માએ કરી સ્પષ્ટતા, મારી પણ બે પુત્રીઓ છે…

નવી દિલ્હી: મહેશ શર્માએ આપેલા  વિવાદીત નિવેદનોથી ઘેરાઇ ગયા બાદ તેમણે કહ્યું કે આ એડવાઇઝરી ફક્ત ધાર્મિક જગ્યાઓ માટે જ હતી કારણ કે કોઇ ધાર્મિક સ્થાનોની શુદ્ધતા રહી શકે. મેં ફક્ત એટલું કહ્યું કે જો તે મંદિરમાં જાય છે તો બહાર ચંપલ કાઢીને જાય અને ગુરુદ્વારામાં જાય તો માથે ઓઢીને જાય. તેમણે કહ્યું કે હું ધાર્મિક જગ્યાઓ માટે કહી રહ્યો હતો. મારી પણ બે પુત્રીઓ છે. મેં ક્યારેય પણ એવું નથી કીધું કે કઇ વ્યક્તિએ શું ના પહેરવું જોઇએ.

નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ રવિવારે ભારત આવેલા પર્યટકોને સ્કર્ટ ના પહેરવાની સલાહ આપી છે. સાથે નાના શહેરોમાં રાતે બહાર ના નિકળવા માટેની પણ સલાહ આપી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આગ્રામાં આવનારા પર્યટકોની સુરક્ષાનો પ્રશ્ન પૂછતાં મહેશ શર્માએ કહ્યું કે પર્યટકોએ એરપોર્ટ આવતી વખતે એક કીટ આપવામાં આવી રહી છે, એમાં એક કાર્ડ છે. જેની ઉપર શું કરવું અને શું ન કરવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે જણાવવામાં આવ્યું કે રાતના સમયે નાના શહેરોમાં એકલા ફરશો નહીં. સ્કર્ટ પહેરશો નહીં અને પોતાની સુરક્ષા વખતે ગાડીમાં સફર કરતી વખતે તે ગાડીનો નંબર કોઇ મિત્રને મોકલી દો.

વૃંદાવનના વાત્સલ્ય પહોંચેલા મહેશ શર્માએ એવું પણ કહ્યું કે જલ્દીથી સમાજવાદી પાર્ટીના બે ભાગ પડવાના છે. એકનું નેતૃત્વ અખિલેશ યાદવ કરશે જ્યારે બીજાનું નેતૃત્વ તેમના ચાચા શિવપાલ યાદવના હાથમાં હશે. ચાચા અને ભત્રીજા વચ્ચેનો આ ઝઘડો ભાજપ માટે સારું સાબિત થશે.

નોંધનીય છે કે આ પહેલા પણ કેન્દ્રીય મંત્રી મહેશ શર્માએ મહિલાઓ પર એક વિવાદીત નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે છોકરીઓએ આખી રાત બહાર રહેવું આપણી સંસ્કૃતિનો ભાગ નથી. વિદેશમાં છોકરીઓ નાઇટ આઉટ કરતી હશે, આપણે અહીં એવુ નથી હોતુ.

જો કે આવું નિવેદન આપીને મહેશ શર્મા વિવાદોમાં ઘેરાઇ ગયા હતાં. તેમણે કહ્યું કે આ એડવાઇઝરી ફક્ત ધાર્મિક જગ્યાઓ માટે જ હતી કારણ કે કોઇ ધાર્મિક સ્થાનોની શુદ્ધતા રહી શકે. મેં ફક્ત એટલું કહ્યું કે જો તે મંદિરમાં જાય છે તો બહાર ચંપલ કાઢીને જાય અને ગુરુદ્વારામાં જાય તો માથે ઓઢીને જાય. તેમણે કહ્યું કે હું ધાર્મિક જગ્યાઓ માટે કહી રહ્યો હતો. મારી પણ બે પુત્રીઓ છે. મેં ક્યારેય પણ એવું નથી કીધું કે કઇ વ્યક્તિએ શું ના પહેરવું જોઇએ.

You might also like