અકસ્માતમાં કેન્દ્રીય પ્રધાન હેગડેનો બચાવઃ હત્યાની સાજિશનો આક્ષેપ

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેનો ગઈ કાલે રાત્રે એક અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. કર્ણાટકના હલગેરીમાં તેમના કાફલાને એસ્કોર્ટ કરી રહેલી એક કારને એક ટ્રકે ટક્કર મારી દીધી હતી. હેગડેએ આરોપ મૂકયો છે કે તેમની કારને જાણી જોઇને ટક્કર મારવાની કોશિશ કરવામાં આવી હતી.

તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટના પાછળ કોઇ મોટું ષડયંત્ર હોઇ શકે છે. પોલીસે આરોપી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. ઘટના રાત્રે લગભગ ૧૧-૩૦ વાગ્યે બની હતી. જોકે આ ઘટનામાં પોલીસે આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી લીધી છે. તેમજ આ ઘટના અંગે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

કેન્દ્રીય પ્રધાન હેગડેએ આ અંગે વધુમાં જણાવ્યું હતું કે તેમની કારને જાણી જોઇને ટક્કર મારવાની કોશિશ કરવામાં આવી હતી. તેમની કારની સ્પીડ વધુ હોવાથી તેઓ આગળ નીકળી ગયા હતા અને ટક્કર બીજી કારને લાગી ગઇ. હેગડેએ આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ ટ્વિટર પર કરતાં લખ્યું કે તેમના કાફલાનો એક સભ્ય આ અકસ્માતમાં જોરદાર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેનો ખભો તૂટી ગયો છે.

તેમણે આ બાબતે સ્થળ પરનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે.અકસ્માત બાદ ત્યાં હાજર લોકોએ ટ્રકના ડ્રાઇવરને દબોચી લીધો. તેનું નામ નાસીર છે. તેમણે પોલીસ પાસેથી આશા વ્યક્ત કરી છે કે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હેગડે એ કહ્યું કે આરોપી ચાલકની કડકાઈથી પૂછપરછ કરવી જોઇએ.

આમ આ ઘટનામાં જે રીતે અકસ્માત થયો હતો તેમાં કેન્દ્રીય પ્રધાન હેગડેએ એવો આક્ષેપ વ્યકત કર્યો હતો કે તેમની કારને જ હડફેટમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમની કાર વધુ સ્પીડમાં હોવાથી તેઓ આ અકસ્માતમાં બચી ગયા હતા પણ તેમના કાફલાની અન્ય એક કાર હડફેટમાં આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે તેમાં એક કર્મચારીને ઈજા થઈ છે. તેથી આ ઘટનામાં કોનો હાથ છે તે અંગે તપાસ થવી જોઈએે તેવી માગણી કેન્દ્રીય પ્રધાન હેગડેએ કરી છે.

You might also like