રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવો પડશે મોંધો, કેન્દ્રએ આપી કાર્યવાહીની ધમકી

નવી દિલ્હી: ધેશના 8 રાજ્યોના પેટ્રોલ પંપ માલિકો તરફથી રવિવારે પંપ બંધ રાખવાના નિર્ણય વિરુદ્ધ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યું કે પેટ્રોલિયમ ડીલરોની દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રાખવાની ધમકી પર જરૂરી વસ્તુઓની આપૂર્તિ સુનિશ્વિત કરવાની કાયદાકીય જોગવાઇને અનુરૂપ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

પેટ્રોલિયમ મંત્રાલયથી જોડાયેલા એક સૂત્રએ સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ દ્વારા ડીલર માર્દિનમાં વૃદ્ધિ નહીં કરવાના વિરોધમાં 14 મે થી દર રવિવારે પેટ્રોલ પંપ બંધ કરવાના નિર્ણય માટે પૂછવા પર કહ્યું કે હાલમાં મીડિયા દ્વારા પેટ્રોલિયમ ડીલરોના આ નિર્ણયની જાણકારી મળી છે.

આ નિર્ણય હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ, કેરલની સાથે કેન્દ્ર શાસિત પોંડીચેરીમાં પણ લાગૂ પડવાનો છે. જો કે એક સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે અમારે રાહ જોવી પડશે અને જોવું પડશે કે આ નિર્ણયનો કેટલો પ્રભાવ પડે છે, કારણ કે પેટ્રોલિયમ ઉત્પાદનને દરૂરી ઉત્પાદના રૂપમાં ઉપયોગ થઇ શકે છે.

ડીલર્સ સંગઠનના પ્રતિનિધિઓએ મંગળવારે જણાવ્યું હતું કે એમનો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પેટ્રોલ અને ડીઝલ બચાવવાના આહ્વાનના અનુરૂપમાં છે. પરંતુ આ સાથે જ એમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે આર્થિક રૂપથી એ લોકાને કેવી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એમાંથી એક એવું પણ હતું કે રવિવારની રજાના દિવસે કામ કરાવવા પર બમણી ચૂકવણી કરવી પડે છે.

http://sambhaavnews.com/

You might also like