ખેડૂતો માટે આનંદના સમાચાર… ખરીફ ખેત પેદાશોના ટેકાના ભાવને કેબિનેટની મંજૂરી

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જેમાં દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યાં છે. જેમાં કેન્દ્રની કેબિનેટે ખરીફ ખેત પેદાશો ટેકાના ભાવ વધારા મંજૂરી આપી છે. જેમાં 14 ખેત પેદાશોમાં ટેકાના ભાવમાં વધારો કરાશે.આમ ખરીફ ખેત પેદાશોના ટેકાના ભાવને કેબિનેટને મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે આજરોજ કેન્દ્રની કેબિનેટની બેઠક મળી છે જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જેમાં જુવાર, કપાસ સહિતના પાકના ટેકના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની રેલીમાં હંમેશા ખેડૂતોની આવક બમણી કરવા વચન આપ્યું હતું.

ખેડૂતોને દોઢ ગણો ભાવ આપવાનો બજેટમાં વાયદો કર્યો હતો. સોયાબિન, બાજરી, મગફળીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ ક્વિન્ટલ 200ના ભાવ વધારે મંજૂરી અાપવામાં આવી છે. પોષણક્ષમ ભાવ ના મળતો હોવાની ખેડૂતો લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યાં હતા.

સોયાબિનનો નવો ભાવ રૂ. 3399 પ્રતિ ક્વિન્ટલ, તલનો નવો ભાવ રૂ. 6429 પ્રતિ ક્વિન્ટલ, સીંગદાણાનો નવો ભાવ રૂ. 4890 પ્રતિ ક્વિન્ટલ, તુવેરનો ભાવ વધીને રૂ. 1775 પ્રતિ ક્વિન્ટલ, 1775 ક્વિન્ટલ એટલે એક મણના રૂ. 355, સોયાબિનનો નવો ભાવ રૂ. 3399 પ્રતિ ક્વિન્ટલ, રૂ. 3399 પ્રતિ ક્વિન્ટલ એટલે એક મણ રૂ. 679, તલનો નવો ભાવ રૂ. 6429 પ્રતિ ક્વિન્ટલ, રૂ. 6429 પ્રતિ ક્વિન્ટલ એટલે એક મણ રૂ. 1285, સીંગદાણાનો નવો ભાવ રૂ. 4890 પ્રતિ ક્વિન્ટલ એટલે મણના રૂ. 978

You might also like