જેટલીના બજેટમાં ગ્રામિણ વિસ્તારો માટે આ મહત્વની જાહેરાતો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલીએ બજેટની શરૂઆતના હિસ્સામાં જ જાહેરાત કરી છે કે આ વખતના બજેટમાં ગ્રામીણ વિસ્તારોને પણ ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે ગ્રામિણ વિસ્તારોને ધ્યાનમાં રાખીને અરૂણ જેટલીએ મહત્વની જાહેરાતો કરી છે. તેમણે ગ્રામિણ ક્ષેત્રના વિકાસ માટે કુલ 187223  કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રાખ્યો છે. જે ગત વર્ષની સરખામણીમાં 24 ટકા વધારે છે. જેટલીએ જણાવ્યું છે કે મનરેગા અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં અનેક કાર્યક્રમ થશે.

મનરેગાનું બજેટ વધારીને 48 હજાર કરોડ કરી દેવામાં આવ્યું છે. સરકારે આ વર્ષે મનરેગા અંતર્ગત પાચ લાખ તળાવ ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. ગત વર્ષે સરકારે આ લક્ષ્યને સફળતા પૂર્વક પૂર્ણ કર્યું છે.  જેટલીએ દાવો કર્યો છે કે મનરેગા અંતર્ગત સરકારે ફાળવેલી રકમ કરતા વધારે ખર્ચ કર્યો છે. ખેડૂતોને લોન માટે દસ લાખ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એક કરોડ ગરીબ પરિવારને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું સરકારનું લક્ષ્યાંક છે.

ગ્રામિણ વિસ્તારોમાં સેનિટાઇઝેશનું 60 ટકા કામ પૂર્ણ થઇ ગયું છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ઉણપ દૂર કરવામાં સરકારે મોટા પાયા પર કામ કર્યું છે. દીનદયાલ ગ્રામ જ્યોતિ યોજના અંતર્ગત ગામડાઓમાં વિજળી પહોંચાડવા માટે 4818 કરોડ રૂપિયા બજેટમાં ફાળવવામાં આવ્યા છે. જેમાં 1 મે 2018 સુધી તમામ ગામડાઓમાં વિજળી પહોંચી જશે. ગ્રામિણ વિસ્તારોમાં રસ્તાઓ બનાવવા માટે પીએમ ગ્રામ સડક યોજના અંતર્ગત 19000 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

http://sambhaavnews.com/

You might also like