યુનિસેફે ભારતને શું ચેતવણી આપી?

728_90

ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં સ્થાન ન મળ્યું ત્યારે અનેક ભારતીયોએ સોશિયલ મીડિયા પર નિરાશા ઠાલવી હતી. જોકે બીજી તરફ એનએસજીને લઈને બૌદ્ધિક ચર્ચાઓ એવી થઈ હતી કે ભારતને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી) કરતાં વધારે જરૂર દેશના નાગરિકોનું ભરણપોષણ કરી શકે તેવાં ન્યુટ્રિશિયન સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ની છે. એનએસજીમાં સ્થાન મળે તો એ દેશ માટે સર્વશ્રેષ્ઠ છે પણ ખાદ્ય-ખોરાકીના નક્કર પગલાથી દેશમાં કોઈ બાળક ભૂખ્યું નહીં સૂએ અને એ ભારત સરકારના હાથમાં જ છે.

વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ભારત ઝડપી બન્યું હશે પણ બાળ મૃત્યુદરના ઘટાડામાં ધીમી ગતિએ કામ કરી રહ્યું છે. આ ટકોર કરતાં યુનિસેફે (ધ યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) કહ્યું હતું કે ભારત અને નાઈજિરિયા જેવા દેશોએ આ વાત યાદ રાખવી જ પડશે કે આર્થિક વૃદ્ધિથી દેશના વિકાસને મદદ મળે છે પણ એ બાળકોના જીવનના અસ્તિત્વની ખાતરી નથી આપતું.

પાંચથી નીચેના બાળ મૃત્યુદરમાં ભારતનો વિશ્વમાં ૪૮મો નંબર છે. આપણા કરતાં તો બાંગ્લાદેશ ને નેપાળનો રિપોર્ટ સારો છે. વૈશ્વિક બાળ મૃત્યુદરનું એંસી ટકા પ્રમાણ માત્ર સાઉથ એશિયા અને આફ્રિકામાં જોવા મળે છે. જોકે તેમાંથી ૫૦ ટકાથી વધુ મૃત્યુદર કોંગો, ઈથોપિયા, ભારત, નાઈજિરિયા અને પાકિસ્તાન જેવા પાંચ દેશોમાં થાય છે.

You might also like
728_90