જાણો…. ક્રિકેટના 10 રેકર્ડસ જે તૂટવા અશક્ય છે

નવી દિલ્હી : કહેવાય છે કે રેકોર્ડ તુટવા માટે જ બને છે. પરંતુ ક્રિકેટમાં ઘણા એવા રેકર્ડ છે જે છેલ્લા કેટલાક સમયથી તૂટયા નથી. ચલો જાણીએ ક્રિકેટના 10 એવા રેકોર્ડ જે તૂટવા અશક્ય લાગી રહ્યાં છે…

મુથૈયા મુરલીધરન:
શ્રીલંકના આ દિગ્ગજ બોલરના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ છે. ભારત સામે ટેસ્ટમાં 800મી વિકેટ ઝડપ્યા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. મુરલીના નામે વન ડેમાં 534 તેમજ ટેસ્ટમાં 800 વિકેટ છે. જ્યારે તેના પછી નિવૃત્તિ લેનાર શેન વોર્ને 1001 વિકેટ ઝડપી છે. હાલમાં ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સૌથી આગળ છે. એન્ડરસને વન-ડે તેમજ ટેસ્ટમાં મળીને 750 વિકેટ ઝડપી છે.

દસ ઓવરમાં માત્ર ત્રણ રન…
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર તેમજ કોચ ફિલ સિમન્સે 1992માં પાકિસ્તાન સામે સિડની મેચમાં 10 ઓવરના સ્પેલમાં માત્ર 3 રન આપ્યા હતા. તેનો બોલિંગ સ્પેલ હતો 10-8-3-4. આવુ અત્યાર સુધી કોઇ બોલર કરી શક્યો નથી.

ટીમનો સર્વોચ્ચ સ્કોર…
શ્રીલંકાએ ભારત વિરુધ્ધ કોલંબોમાં ટેસ્ટમાં 952 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેમાં જયસુર્યાએ 340 તેમજ રોશન મહાનામાએ 225 રન કર્યા હતા.

જિમ લેકર, એક મેચમાં સૌથી વધુ વિકેટ
ઇંગ્લેન્ડના આ ઓફ સ્પિનરના નામે એક મેચમાં 19 વિકેટ લેવાનો રેકોર્ડ છે. તેણે માન્ચેસ્ટર કાતે 1956માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં 9 તેમજ બીજી ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી.

સર ડોનબ્રેડમેનની સરેરાશ (એવરેજ)…
સર ડોન બ્રેડમેન ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ બેટ્સમેન ગણાય છે. તેનો રેકોર્ડ તોડવાનું કોઇપણ બેટસમેન માટે એક સ્વપ્ન બરાબર છે. સર ડોનએ 52 ટેસ્ટ મેચમાં 99.94ની સરેરાશથી 6996 રન બનાવ્યા. આ દરમિયાન 29 સદી ફટકારી હતી.

એક મેચમાં સૌથી વધુ રન…
ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન ગૂચનાનામે એક ટેસ્ટ માં સૌથી વધારે રન બનાવવાનો રેકર્ડ છે. ગૂચે લોર્ડસમાં ભારત સામે 1980માં રમાયેલ મેચમાં કુલ 456 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 333 તેમજ બીજી ઇનિંગ્સમાં 123 રન કર્યા હતા.

લારાની 400 રનની મેરેથોન ઇનિંગ્સ…
બ્રાયન લારાના નામે એક ઇનિંગ્સમાં 400 રન બનાવાનો રેકોર્ડ છે. લારાએ ઇંગ્લેન્ડ સામે આ રન કર્યા હતા.

માર્ક બાઉચર ઝડપેલ શિકાર
આફ્રિકાના આ વિકેટ કિપરના નામે કુલ 998 શિકાર ઝડપવાનો રેકોર્ડ છે. તેણે 147 ટેસ્ટમાં 555 શિકાર (532 કેચ, 23 સ્ટમ્પ), વન ડેમાં 425 (403 કેચ અને 22 સ્ટમ્પ) તેની સાથે ટી-20માં 19 શિકાર ઝડપ્યા છે.

ન બાઉન્ડ્રી, ન સિક્સર તો પણ આટલા રન..
ન્યૂઝીલેન્ડના વિકેટકિપર બેટસમેને એડમ પરોરેના નામે એક વન ડેમાં કોઇ બાઉન્ડ્રી તેમજ કોઇ સિક્સર વગર સૌથી વધુ રન બનાવાનો રેકોર્ડ છે. તેણે ભારત સામે 1994માં વડોદરામાં 138 બોલમાં 96 રનની ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે કોઇ બાઉન્ડ્રી તેમજ કોઇ સિકસર મારી નહોતી.

સચિન તેંડૂલકરની મેચ અને રન…
ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 664 મેચમાં 34357 રન બનાવ્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે. સચિને 200 ટેસ્ટ મેચમાં 15921 રન બનાવ્યા છે. જ્યારે 463 વન ડેમાં 18426 રન બનાવ્યા છે. સચિને માત્ર એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જેમાં માત્ર 10 રન બનાવ્યા છે. તેના નામે વન ડેમાં 49 અને ટેસ્ટમાં 51 સદીનો રેકોર્ડ છે.

You might also like