ગજબ સમય આવી ગયો છે, લોકો ભ્રષ્ટાચાર મુદ્દે ભાષણ કરે છે : મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર ફરીથી ઇશારામાં વિપક્ષ પર હૂમલો કર્યો હતો. સોમવારે વડાપ્રધાને કહ્યું કે આઝે ગજબનો સમય આવી ગયો છે, કેટલાક લોકો ભ્રષ્ટાચારનાં પક્ષે ઝંડાઓ લઇને ફરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ભાજપનાં વેટરન નેતા કેદારનાથ સાહનીનાં જીવન પર લખેલા પુસ્તકનું વિમાચન કરતા કહ્યુ કે, આ દેશનું દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો ભ્રષ્ટાચાર અને બ્લેક મીનીનો પક્ષ લઇ રહ્યા છે અને તેના પક્ષમાં ભાષણ કરી રહ્યા છે. દેશનો એક નાનો તબક્કો ભ્રષ્ટાચારનું સમર્થન કરી રહ્યું છે.

વડાપ્રધાને નોટબંધી પર ઇશારામાં વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ, કોઇ પણ દેશમાં મુલ્યોનું પત મોટુ સંકટ હોય છે. આજથી 6-7 દશક પહેલા ચોરી પણ ચુપચાપ થતે હશે. ચોરી કરનારા લોકોને પણ ટેન્શ થતુ હશે. પરંતુ હાલના સમયમાં તો કેટલાક લોકો ટેબલ પર છરો મુકીને કામ કરાવે છે. આ એક પ્રકારે આપણા મુલ્યોનું પતન છે.

મોદીએ કહ્યું કે, ભાવી પેઢીઓનું ભલુ કરવા માટે સૌની સાથે ઉભુ રહેવું પડશે. બુરાઇઓનો ઝંડો ઉઠાવનારા સમાજ માટે સંકટ પેદા કરે છે. સમાજને તે જણાવવું પડશે કે મુલ્યોની સાથે દેશદ્રોહ કરનારા લોકોને માફ ના કરી શકાય. આનો જવાબ લોકોએ લોકશાહીના ઉત્સવમાં આપવી જોઇએ.

You might also like