જાણી જોઈને ઈન્ટરનેટ બંધ કરવામાં ભારત સૌથી આગળઃ unesco

કોઈ ઘટનાને કારણે જાણી જોઈને ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં ભારત વિશ્વના બધા દેશો કરતા આગળ છે. યુનેસ્કોની એક રિપોર્ટ પ્રમાણે , દક્ષિણ એશિયાઈ દેશોમાં મે 2017 થી અપ્રિલ 2018 વચ્ચે 97 વખત ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવવાની ઘટનાઓે બની છે. જેમાંથી 82 ઘટનાઓ ખાલી ભારતમાં જોવા મળી હતી. જેને પત્રકારત્વ અને અભિવ્યક્તિની આઝાદી પર રોક લગાવવાનો ઉત્તમ સ્તર કહી શકાય.


યેનેસ્કોની ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ જર્નાલિસ્ટસ તરફથી જાહેર કરાયેલો દક્ષિણ એશિયા પ્રેસ સ્વતંત્રતા રિપોર્ટ 2017-2018ના અનુસાર, પાકિસ્તાનમાં 12 વખત, જ્યારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 1-1 વાર ઈન્ટરનેટ બંધ કરવાની ઘટનાઓ બની છે, ઈન્ટરનેટ પર રોક લગાવવાના મામલામાં દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર અન્ય વિશ્વથી ઘણુ આગળ રહ્યુ છે અને તેમાં પણ સોથી વધુ વખત ઈન્ટરનેટ બંધ કરનારા દેશોમાં ભારત બીજા અન્ય દેશોની સરખામણીએ આગળ રહ્યુ છે.

કશ્મીર ઘાટીમાં સૌથી વધારે ઈન્ટરનેટ શટડાઉન

ભારતમાં ઈન્ટરનેટ શટડાઉનના 82 મામલાઓમાં સૌથી વધારે કિસ્સા કશ્મીર ઘાટીમાં જ બન્યા છે, જ્યા સૈન્ય ઓપરેશનના કારણે સામાન્ય નાગરિક ભડકવાના અંશના કારણે વધુ વખત ઈન્ટરનેટ બંધ કરવું પડ્યુ. રાજસ્થાનમાં 10થી વધારે વખત ઈન્ટરનેટ શટડાઉન થયુ. ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં પણ 10 થી વધારે વખત ઈન્ટરનેટ શટડાઉનની ઘટનાઓ સામે આવી હતી.

છ સૌથી લાંબા શટડાઉનમાં સહારનપુર પણ

45 દિવસનું ઈન્ટરનેટ શટડાઉન-પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયેલા અલગ રાજ્યોની માંગના આંદોલનમાં….
40 દિવસ સુધી- બિહારના નવાદામાં ઈન્ટરનેટને જાતીય હિંસાના કારણે બંધ કરવું પડ્યુ હતુ.
31 દિવસ સુધી- જમ્મૂ-કશ્મીરમાં સેનાના વિરોધમાં ફેલાવવામાં આવતા ફોટો અને વીડિયોને રોકવા માટે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યુ હતુ.
15 દિવસ માટે- ગયા વર્ષે જૂલાઈમાં જમ્મૂ-કશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયા બાદ ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યુ હતુ.
12 દિવસ સુધી- ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એસએમએસ અને ઈન્ટરનેટ સેવા જાતીય હિંસાને રોકવા માટે બંધ રખાયુ
20 દિવસ સુધી- અફઘાનિસ્તાને પોતાના દેશમાં ટેલીગ્રામ અને વોટ્સએપ સંદેશા વ્યવહાર બંધ કરાવ્યુ હતુ

You might also like