યુનેસ્કો દ્વારા અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સીટીમાં સમાવેશ કરાયો

અમદાવાદ : જબ કુત્તે પે સસ્સા આયા તબ અહેમદશાહને અહેમદાબાદ બસાયા એવું કહેવાય છે. તો બીજી તરફ કર્ણદેવ નામનાં રાજાએ કર્ણાવતી નામનું રાજ્ય વસાવ્યાનો પણ ઇતિહાસ મળી આવે છે. જો કે જે હોય તે પણ હાલમાં અમદાવાદ ગુજરાતની ધોરીનસ સમાન છે. ગુજરાતનાં આ આર્થિક પાટનગર ગણાતા અમદાવાદની કિર્તીરૂપ કલગીમાં આજે વધારે એક છોડુ ઉમેરાઇ ગયું છે. યુનેસ્કો દ્વારા અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સીટિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે પોલેન્ડનાં કેક્રોમાંની વર્લ્ડહેરિટેજ કમિટીની મીટિંગ મળી હતી જેમાં અમદાવાદનાં નોમિનેશનને એનલાઇઝ કરવામાં આવ્યું. ત્યાર બાદ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સીટી જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગેનીજાહેરાત યુનેસ્કો દ્વારા ટ્વિટર પર જાહેરાત કરવામાં આવી હતી. હેરિટેજ સીટી જાહેર થવાનાં કારણે અમદાવાદ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

યુનેસ્કો દ્વારા જાહેરાત કરવામાં આવતાની સાથે જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે પણ પોતાનાં ટ્વિટર પર અમદવાદને હેરિટેજ સીટીમાં સમાવવા અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત કોર્પોરેશન દ્વારા પણ ખુશીમાં શહેરને શણગારવાની જાહેરાત કરી હતી.

You might also like