2017-18માં ભારતમાં વધી શકે છે બેરોજગારી: રિપોર્ટ

સંયુક્ત રાષ્ટ્ર શ્રમ સંગઠનની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017 અને 2018 વચ્ચે ભારતમાં બેરોજગારીમાં મામૂલી વધારો થઈ શકે છે અને રોગગારની નવી તકોમાં અવરોધ આવવાના સંકેત છે.

સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને 2017માં વૈશ્વિક રોજગાર તેમજ સામાજિક દૃષ્ટિકોણ પર કાલે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે રોજગારની જરૂરિયાતોને કારણે આર્થિક વિકાસ ઘટી શકે એવી સંભાવના દેખાઈ રહી છે અને એમાં સમગ્ર 2017 દરમિયાન બેરોજગારી વધવાની અને સામાજિક અસમાનતાની સ્થિતિ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 2017 અને વર્ષ 2018માં ભારતમાં રોજગારની તકો વધવાની સંભાવના નથી દેખાઈ રહી કેમ કે આ દરમિયાન ધીમે ધીમે રોજગાર વધશે અથવા એની ટકાવારીમાં ઢીલ કે ઘટાડો પણ જોવા મળશે.

You might also like