૨૦૧૫-૧૬માં બેરોજગારી પાંચ વર્ષની ઊંચી સપાટીએ

નવી દિલ્હી: સરકાર બેરોજગારી ઘટે તે માટે સ્કીલ ઇન્ડિયા સહિત કેટલીય યોજના ચલાવી રહી છે. તેમ છતાં પણ બેરોજગારીની સંખ્યા વધી રહી છે. લેબર બ્યૂરોના એક અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૧૫-૧૬માં બેરોજગારી પાંચ ટકાના સ્તરે પહોંચી ગઇ છે, જે પાછલા પાંચ વર્ષની ઊંચી સપાટીએ જોવા મળી રહી છે.
અહેવાલમાં જણાવ્યા પ્રમાણે મહિલાની બેરોજગારી ઉલ્લેખનીય રીતે ૮.૭ ટકાના સ્તરે, જ્યારે પુરુષોની ૪.૩ ટકાના સ્તરે જોવા મળી છે. લેબર બ્યૂરોના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૩-૧૪માં બેરોજગારી દર ૪.૯ ટકા, વર્ષ ૨૦૧૨-૧૩માં ૪.૭ ટકા, વર્ષ ૨૦૧૧-૧૨માં ૩.૮ ટકા તથા વર્ષ ૨૦૦૯-૧૦માં ૯.૩ ટકા જોવા મળ્યો હતો.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ત્રિપુરામાં સૌથી વધુ ૧૯.૭ ટકા સૌથી વધુ બેરોજગારી જોવા મળી છે. ત્યાર બાદ સિક્કિમમાં ૧૮.૧ ટકા, લક્ષદ્વિપમાં ૧૬.૧ ટકા બેરોજગારી જોવા મળી છે.

You might also like