ઓગસ્ટમાં શહેરી બેરોજગારી વધીને ૧૧.૨૪ ટકા

મુંબઈ: બીએસઈ અને સીએમઆઈઈ દ્વારા તૈયાર કરેલા એક અહેવાલ અનુસાર ઓગસ્ટમાં દેશમાં શહેરી વિસ્તારમાં બેરોજગારીના દરમાં ૧૧.૨૪ ટકા જ્યારે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીના દરમાં ૯.૧૮ ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
બીએસઈ અને સેન્ટ્રલ ફોર મોનટરિંગ ઈન્ડિયન ઈકોનોમી સીએમઆઈઈની સાથે તૈયાર કરેલા રિપોર્ટમાં બહાર આવ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે બેરોજગારીનો દર ઓગસ્ટ મહિનામાં ૯.૮૪ ટકાનો રહ્યો છે. અહેવાલ અનુસાર જુલાઈ મહિનામાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર ૧૦.૭૬ ટકા હતો. જે ઓગસ્ટ મહિનામાં વધીને ૧૧.૨૪ ટકની સપાટીએ પહોંચી ગયો છે.

બીએસઈના સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું વધવું ચેલેન્જરૂપ છે. રોકાણમાં ઘટાડો તથા મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતાનો મહત્તમ ઉપયોગ ન થવાના કારણે બેરોજગારીમાં વધારો થયો હોઈ શકે.

You might also like