ઉત્તરાયણમાં ઊંધિયાંની જ્યાફત ૨૦ ટકા મોંઘી બનશે, ઉંધિયુ 200 થી 600 રૂ. કિલો

અમદાવાદ, શનિવાર
ઉત્તરાયણના તહેવારમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વિવિધ સ્વાદ અનુસાર વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ઊંધિયાની બોલબાલા રહે છે. ઊંધિયું અનેે જલેબી ઉત્તરાયણ પર્વ સાથે જોડાયેલાં છે.

સ્વાદ રસિયાઓ માટે અત્યારે બજારમાં ર૦ પ્રકારનાં ઊંધિયા વેચાઇ રહ્યાં છે, સાથે જલેબી તો ખરી જ. જામફળ, ચીકી, એપલ બોર, શેરડીથી પણ બજાર ઊભરાઇ રહ્યાં છે ત્યારે ઊંધિયા સાથે ખવાતી જલેબીનો ભાવ ૪૦૦થી ૬૦૦ સુધી પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીએ ઊંધિયું અને જલેબી ૧પથી ર૦ ટકા મોંઘાં થયાં છે.

બજારમાં અત્યારે સુરતી ઊંધિયું, કાઠિયાવાડી ઊંધિયું, માટલા ઊંધિયું, પંજાબી ઊંધિયું, ઉંબાડિયું, ખા‌િટયું, ડ્રાય ફ્રૂટ ઊંધિયું, કઠોળ ઊંધિયા સહિત અનેક પ્રકારનાં ઊંધિયાં રૂ.ર૦૦થી રૂ.૬૦૦ પ્રતિકિલોનાઉત્તરાયણમાં ઊંધિયાંની જ્યાફત ૨૦ ટકા મોંઘી બનશે ભાવે વેચાઇ રહ્યાં છે. ઊંધિયામાં ફ્યૂઝન કરીને અનેક પ્રકારનાં ઊંધિયાંનું વેચાણ થઇ રહ્યું છે. કાઠિયાવાડી ઊંધિયું પ્રમાણમાં તીખું જ્યારે ગુજરાતી ઊંધિયું ગળ્યું હોય છે. પંજાબી ઊંધિયામાં ડુંગળી-લસણ, ટામેટાંની ગ્રેવી બનાવાય છે.

વર્ષો પહેલાં ઊંધિયા સાથે શ્રીખંડ-પૂરીનો રિવાજ હતો. હવે શ્રીખંડના બદલે જલેબીનું કોમ્બિનેશન કરાય છે. પાપડી અને શાકભાજીના ભાવ ૧૦૦ ટકા વધી જતાં આ વખતે ઊંધિયામાં બટાકા-શક્કરિયાંની ભરમાર હશે. પાપડી સહિતનાં અન્ય શાકભાજીના વાવેતર દરમિયાન ઓખી વાવાઝોડુું આવતાં પાપડીના ભાવ પ્રતિ ર૦ કિલોએ ૬૦૦થી વધીને ૧૧૦૦ થયા છે. એકમાત્ર અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે ર૦ કરોડનું ઊંધિયું વેચાય છે.

ગત વર્ષે ઊંધિયાનો ભાવ રૂ.૧૮૦થી ૩પ૦ સુધી હતો, જે આ વર્ષે વધીને ર૦૦થી ૬૦૦ થયો છે. વેપારીઓ તેને શાકભાજીના ભાવમાં વધારાનું કારણ ગણાવે છે. ચીકીના ભાવ પણ ૧૦ ટકા વધ્યા છે. એપલ બોર, શેરડી વગેરે ૧ર૦થી ૧પ૦ પ્રતિકિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. પતંગ-દોરીની મજા, ચીકી, લાડુ, બોર, શેરડી અને લોકોનો ઉત્સાહ આમાંનું કશું
બદલાયું નથી.

You might also like