દાઉદની બર્થ ડે પાર્ટીની તૈયારીઅો શરૂ, ગુપ્તચર અેજન્સીઅો સતર્ક બની

નવી દિલ્હી: ભારતનો મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહીમ અા મહિને ૬૦ વર્ષનો થઈ રહ્યો છે અને તેના જન્મ દિવસ નિમિત્તે મોટા અાયોજનની તૈયારીઅો કરવામાં અાવી રહી છે. અાવા સંજોગોમાં દેશની ગુપ્તચર સંસ્થાઅો દાઉદની અા પાર્ટી સાથે જોડાયેલી તમામ માહિતી ભેગી કરવામાં વ્યસ્ત બની છે. અા સેલિબ્રેશનના મુખ્ય અાયોજકોમાં ગેંગસ્ટરના નજીકના ગણાતા છોટા શકિલ અને તેનો ભાઈ અનિશ ઇબ્રાહીમ સામેલ છે.

સેલિબ્રેશનના સ્થળ અંગે હજુ સુધી કોઈ ખુલાસો થઈ શક્યો નથી. જો કે અા અાયોજન પાકિસ્તાનમાં હોય તેવી શક્યતા છે જ્યાં ડોન હાલમાં રહે છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અા મહિને બેંગકોકમાં પોતાના પાકિસ્તાની સમકક્ષ લેપ્ટન જનરલ નાસીરખાન જાન્જુઅા સાથે વાતચીતમાં દાઉદનો મુદ્દો મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવ્યો હતો.

ભારતે દાઉદનાં બિઝનેસ હિતો, ગુપ્ત ઠેકાણાંઅો, પાસપોર્ટ તેના મહત્વના ગેંગ મેમ્બર્સ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાને સોંપી હતી. ભારતે ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટ અને કેટલીક અન્ય ગુનાહિત બાબતોમાં દાઉદની તલાશ છે. ૧૯૯૩માં થયેલા બોમ્બ બ્લાસ્ટ દરમિયાન સૈંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.

દાઉદ ૧૯૮૬માં ભારતથી ભાગી ગયો હતો અને ત્યાર બાદથી તેનું ઠેકાણું પાકિસ્તાન અને દુબઈમાં રહ્યું છે. દસ્તાવેજમાં અપાયેલી જાણકારી મુજબ દાઉદે નકલી નામોથી ભારત, દુબઈ અને પાકિસ્તાનમાં પાસપોર્ટ બનાવી રાખ્યો છે. ભારતીય તપાસ અેજન્સીઅોનું પણ કહેવું છે કે તેની પાસે કોમન વેલ્થ અોફ ડોમિનિકા અાઈલેન્ડનો પાસપોર્ટ છે. જે તેને ઇકોનોમિક સિટીઝન શિફ્ટ પ્રોગ્રામ હેઠળ અાપવામાં અાવ્યો છે. એવું માનવામાં અાવી રહ્યું છે કે ડી કંપની અેટલે કે દાઉદની ગેંગનો હવાલા બિઝનેસ પણ છે.

અા ગેંગ બ્રિટન અને પશ્ચિમી યુરોપમાં દવાઅોના સ્મગલિંગમાં સામેલ છે. ત્યારબાદ અમેરિકી સરકાર તરફથી ગ્લોબલ અાતંકવાદી જાહેર કરાયો છે. ભારતના દસ્તાવેજોમાં અાફ્રિકાથી હીરાના સ્મગલિંગમાં પણ તેના રોલનો ઉલ્લેખ કરાયો છે.

દાઉદની ગતિવિધિઅો સાથે જોડાયેલી બાબતો પર નજર રાખતા જાણવા મળે છે કે પોતાની અા બધી ક્રિમિનલ એક્ટિવિટીને છુપાવવા માટે કાયદાનો પણ સહારો લીધો છે. તેમાં ગારમેન્ટ બિઝનેસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ અને કન્સ્ટ્રક્શન જેવી બાબતો સામેલ છે.

You might also like