વેશ બદલીને મુંબઇ આવ્યો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ

ભારત સહિત દુનિયાભરની પોલીસ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને શોધી રહી છે. દાઉદ ક્યાં છે તેની કોઇને ખબર નથી. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ગત સપ્તાહે દાઉદ વેશ બદલીને મુંબઇ આવ્યો હતો. જેની કોઇને ખબર પણ ન પડી. એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે દાઉદ ગત સપ્તાહે તેના રત્નાગિરી ખાતે આવેલા બંગલામાં આવ્યો હતો.

મુંબઈના રત્નાગિરીમાં દાઉદનો ખાનદાની બંગલો છે. તેને તેના પિતા ઇબ્રાહિમ કસકરે 35 વર્ષ પહેલાં બનાવ્યો હતો. હવે તે બંગલો સુમસાન પડ્યો છે અને ત્યાં કોઇ આવતું જતું પણ નથી. લોકો કહે છે કે તે ભૂત બંગલો છે અને આજ ડરને કારણે લોકો આજે પણ તે બંગલામાં જતા ડરે છે. સામાન્ય જનતા ઉપરાંત પોલીસ પણ આ જગ્યાએ આવતા ડરે છે.

ત્યારે આવી પરિસ્થિતિમાં ગુપ્તચર એજન્સીઓ અને પોલીસને ચકમો આપીને દાઉદ રત્નાગિરીના પોતાના તે ખાનદાની મકાનમાં આવ્યો હતો જેની જાણ બંગલાની આસપાસ રહેતા લોકો પાસેથી જ મળી હતી. આ વાતની જાણ ન તો ગુપ્તચર એજન્સીને થઇ, ન તો પોલીસને થઇ. એક સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે દાઉદના તે પડોશીએ જ આ વાતની જાણ લોકોને કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ જીલ્લામાં દાઉદની કુલ 15 સંપતિ છે. જેની દેખરેખ તેના અન્ય સંબંધીઓ કરે છે. દાઉદની બધી જ સંપતિ તેમની માતા ઇબ્રાહીમના નામ પર છે. જેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સીલ કરી દીધી છે.

 

You might also like