ખોટા પાસપોર્ટ કેસમાં છોટા રાજનને 7 વર્ષની સજા

નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ખોટા પાસપોર્ટ મામલે અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત પાસપોર્ટ ઓફિસના ત્રણ અધિકારીઓને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ ચાર દોષિતો પર 15000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 70થી વધારે કેસના આરોપી છોટા રાજ વિરૂદ્ધ પહેલો મામલો છે જેની પર કોર્ટે સજા સંભળાવી છે.

મળતી માહિતી મુજબ ખોટા પાસપોર્ટ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આઇપીસીની ધારા 420, 468, 471, 120બી પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત આરોપ લગાવ્યો છે. સીબીઆઇએ પોતાની પહેલી ચાર્જશીટ ફેબ્રુઆરી 2016માં કોર્ટમાં દાખલ કરી હતી. તેમાં છોટા રાજન સાથે બેંગ્લોરના ત્રણ રિટાયર્ડ ઓફિસરોના નામ પણ શામેલ છે. સીબીઆઇ પ્રમાણે ચારેય આરોપીને છેતરપીંડી, ષડયંત્ર રચવા અને પ્રિવેશન ઓફ કરપ્શન એક્ટ અંતર્ગત ચાર્જશીટ લગાવવામાં આવી છે.

સપ્ટેમ્બર 2003માં મોહન કુમારના નામ પર બનેલા ખોટા પાસપોર્ટ અને ટૂરિસ્ટ વીઝા પર છોટા રાજન ભારતથી ઓસ્ટ્રેલિયા ભાગી હતો. જ્યાં તે 12 વર્ષ સુધી રહ્યો હતો. ઓક્ટોમ્બરમાં રાજન ઓસ્ટ્રેલિયાથી ઇન્ડોનેશિયા પહોંચ્યો ત્યારે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટીસ દ્વારા તેને બાલીથી પકડી પાડવમાં આવ્યો હતો અને નવેમ્બર 2015માં ભારત સોંપવામાં આવ્યો હતો. છોટારાજન હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like