ભારતીય સીમા પર લગાવાશે અંડર વોટર-અર્થ સેન્સર

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા આતંકવાદી ઘટનાઓ અને સીમા પાર ઘુસણખોરીને અટકાવવા માટે ભારત સરકારે ટેકનીકની મદદથી મોટુ પગલું ઉઠાવ્યું છે. ઇઝરાયલની જેમ જ મોદી સરકારે સીમા પર ઓપરેશન ચક્રવ્યહૂ દ્વારા સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે. જેનાં હેઠળ હિન્દુસ્તાનની સીમા પર અંડર વોટર અને અંડર ગ્રાઉન્ડ સેન્સર લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેથી હવે આંકવાદીઓ ન તો જમીન પર ન તો જળ માર્ગે ઘુસણખોરી કરી શકે.

જાણકારી અનુસાર જુલાઇ મહિનાથી જ પાકિસ્તાન બોર્ડર પર જમ્મુ કાશ્મીર અને ગુજરાતની સીમા પર સેન્સર લગાવવાનું કામ ચાલુ કરી દેવામાં આવશે. પહેલા ફેજમાં જમ્મુ કાશ્મીરમાં બે સ્થળો પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેને ચાલુ કરવામાં આવી રહ્યો છે. જેનાં હેઠળ પાંચ પાંચ કિલોમીટરનાં અંતરે બે સ્થળ પર સેન્સર લગાવવામાં આવશે. બેએસએફ તેનાં માટે શરૂઆતી પ્રોજેક્ટ માટે 18 થી 20 કરોડ રૂપિયાનાં ખર્ચે સેન્સર લગાવશે.

ગૃહમંત્રીએ આ અંગે સાંજે 6 વાગ્યે જમ્મુ કાશ્મીરની સીમા અને તેની સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક યોજી હતી. જેમાં તમામ પેરામિલેટ્રી ફોર્સ, રાજ્ય પોલીસ અને બીએસએફ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મીટિંગમાં બોર્ડર મેનેજમેન્ટ સેક્રેટરી પણ હાજર રહેશે. સરકાર અલગ અલગ કંપનીઓ પાસેથી આ સિસ્ટમ ખરીદે તેવી શક્યતાઓ છે. અંડર ગ્રાઉન્ડ સેન્સર, ઓપ્ટિકલ ફાઇબર કેબલ, રડાર, ઇલેક્ટ્રો ઓપ્ટિક સેન્સર, માઇકો એયરો સ્ટેટ ખરીદવાની યોજનાં છે.

You might also like