વિદેશ મોકલવાના બહાને રૂ. છ લાખની ઠગાઇ

વડોદરા : વિદેશમાં વર્ક પરમીટ પર મોકલવા વિશ્વાસ આપી શહેરના માણેજાના યુવાન સહિત તેના ત્રણ મિત્રો પાસેથી કુલ્લે પાંચ લાખ સિત્તેર હજાર પડાવી લઈ વિશ્વાતઘાત કર્યા અંગેની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે નોંધાતા પોસઈ આરએસ વસાવાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માણેજા વિસ્તારની અંબિકા નિકેતન સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર પંડીત પાટિલે ફતેગંજ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર નિઝામપુરા વિસ્તાર ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલ ત્રિલોકનાથ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સના માલિક શૈલેષ પ્રજાપતિએ બીજી એપ્રિલ ૨૦૧૪ થી આજદિન સુધીમાં કેનેડા ખાતે બે વર્ર્ષના વર્ક પરમીટ મોકલવાનો વિશ્વાસ આપ્યો હતો.

તે પેટે ૧,૯૦, ૦૦૦ પડાવી લીધા હતા આ પ્રમાણે પોતાના અન્ય બે મિત્રને ફસાવ્યા હતા આમ ત્રણેય વ્યકિતઓને ફસાવી કુલ્લે ૫,૭૦,૦૦૦ પડાવી લઈ કેનેડા નહીં મોકલી વિશ્વાસઘાત કર્યો છે. જે અંગેની ફરિયાદ ફતેગંજ પોલીસ મથકે આજ રોજ બપોરેના ૧૨.૫૦ વાગે નોંધાવતા પોસઈ આરએસ વસાવાએ ત્રિલોકનાથ ઇન્ટરનેશનલ ટ્રાવેલ્સના માલિક શૈલેષ પ્રજાપતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like