નવી કેબ પોલિસી હેઠળ દિલ્હીમાં કેબ શેરિંગ સુવિધા ખતમ થશે

નવી દિલ્હી: પુલ રાઈઝ અને કેબ શેરિંગની સુવિધા હવે કદાચ દિલ્હીમાં ચાલતી કેબમાં ન મળે, કેમ કે આવા એપ બેઝ્ડ એગ્રીગેટર પ્લેટફોર્મ્સે દિલ્હી વાહનવ્યવહાર વિભાગ સાથે પોતાની રિયલ ટાઈમ જીપીએસ શેર કરવી પડશે. આ વાતની ચર્ચા ગઈ કાલે થયેલી દિલ્હી સરકારની બેઠકમાં થઈ.

એપ બેઝ્ડ કેપ અને પ્રીમિયમ બસ સર્વિસના લાઈસન્સિંગ અને રેગ્યુલેશન માટે ટ્રાન્સપોર્ટ વિભાગની ટેક્સી સ્કીમ ૨૦૧૭ની પોલિસીને અંતિમ રૂપ આપવા માટે જાન્યુઆરીમાં પાંચ સભ્યોની કમિટી બનાવાઈ હતી.

આ કમિટીના અધ્યક્ષ સત્યેન્દ્ર જૈન છે. સાથે આ કમિટીમાં વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોત, મુખ્ય સચિવ અંશુ પ્રકાશ, મુખ્ય સચિવ (ફાઈનાન્સ) અને આશિષ ખેતાન સામેલ છે. તેની પર ફેંસલો કમિટીની આગામી બેઠકમાં લેવાશે. જેની તારીખ હજી નક્કી થઈ નથી.

એક સરકારી કર્મચારીએ જણાવ્યું હતું કે સોમવારે થયેલી કમિટીની બેઠકમાં ટેક્સી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. સાથે સાથે એ વાતની ચર્ચા પણ થઈ હતી કે નિયમ અનુસાર એક જ કેબ ઘણા લોકોને એક જ વખતમાં અલગ અલગ જગ્યાએથી પીક અને ડ્રોપ ન કરી શકે.

સાથે સાથે આ ટેક્સીઓ પાસેથી પાર્કિંગ પ્રૂફની માગણી પણ કરી શકાઈ છે. તેમણે સીએનજી કે એલપીજીનો જ ઉપયોગ કરવો પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ચાલી રહેલી અન્ય રાજ્યની રજિસ્ટર્ડ ગાડીઓને દિલ્હીમાં કાઉન્ટર સાઈન કરાવવું પડશે.

You might also like