અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપઃ રૂ. ૫૦થી પણ ઓછી હશે ફાઇનલની ટિકિટ

કોલકાતાઃ કોલકાતાના વિવેકાનંદ યુવાભારતી ક્રીડાંગણમાં આગામી ૨૮ ઓક્ટોબરે રમાનારી ફિફા અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ મેચની ટિકિટની કિંમત રૂ. ૫૦થી પણ ઓછી હશે.

ફાઇનલ ઉપરાંત અહીં રમાનારી કોઈ પણ અન્ય મેચનું ટિકિટ મૂલ્ય રૂ. ૪૮ રહેશે, જોકે આના માટે સિઝન ટિકિટ ખરીદવી પડશે, તો જ ૬૦ ટકાની રાહત અંતર્ગત આટલી ઓછી કિંમત પર ટિકિટ મળી શકશે. ૧૦ મેચની સિઝન ટિકિટની કિંમત રૂ. ૪૮૦, ૯૬૦ અને ૧૯૨૦ રૂપિયા રાખવામાં આવી છે. એટલે કે એક મેચની ટિકિટનું ઓછામાં ઓછું મૂલ્ય ૪૮ રૂપિયા હશે. ત્યાર બાદ ૯૬ અને ૧૯૨ રૂપિયાની કિંમતવાળી ટિકિટ મળશે. સ્થાનિક આયોજન સમિતિના ટૂર્નામેન્ટ ડિરેક્ટર ઝેવિયર સેપ્પીએ આ અંગેની જાણકારી આપતા પત્રકારોને જણાવ્યું હતું, ”સાચે જ ફાઇનલ મેચ ૫૦ રૂપિયાથી પણ ઓછી કિંમતે જોઈ શકાય છે. સિઝન ટિકિટ જોકે બહુ ઓછી હશે. વહેલી ટિકિટ ખરીદનારાઓ માટે આ એક ભેટ બની રહેશે.”
http://sambhaavnews.com/

You might also like