અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ કોલકાતામાં રમાશે

કોલકાતાઃ ભારતમાં પહેલી વાર યોજાનારા ફિફા અંડર-૧૭ ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ આગામી ૨૮ ઓક્ટોબરે કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણમાં રમાશે. બંને સેમિફાઇનલ મુકાબલાની યજમાની નવી મુંબઈનું ડી. વાય. પાટીલ અને ગોહાટીનું ઇન્દિરા ગાંધી એથ્લેટિક્સ સ્ટેડિયમ કરશે.

ટૂર્નામેન્ટના કાર્યક્રમની જાહેરાત જેમી યાર્જાના નેતૃત્વ હેઠળની આઠ સભ્યોની ફિફા ટીમે કરી હતી. ફિફા અધિકારીઓએ સ્થાનિક સભ્યો સાથે મળીને ટૂર્નામેન્ટની મેચ આયોજિત કરનારાં બધાં છ શહેરો કોલકાતા, નવી દિલ્હી, ગોહાટી, મડગાંવ, કોચી અને નવી મુંબઈનું નિરીક્ષણ કર્યું હતું. કોલકાતામાં ત્રીજા સ્થાન માટેની પ્લેઓફ મેચ, પ્રત્યેક રાઉન્ડ-૧૬ની એક મેચ, ક્વાર્ટર ફાઇનલ ઉપરાંત ગ્રૂપ-એફની છ મેચ પણ રમાશે. નવી દિલ્હમાં ગ્રૂપ-બીની મેચો ઉપરાંત રાઉન્ડ-૧૬ની બે મેચ રમાશે. આ ટૂર્નામેન્ટ આગામી છ ઓક્ટોબરથી શરૂ થશે. ટૂર્નામેન્ટમાં દુનિયાભરની કુલ ૨૪ ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટનું થીમ સોંગ તૈયાર કરવાની જવાબદારી બોલિવૂડના સંગીતકાર પ્રીતમને સોંપાય તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like