મૌલાના મસૂદ અઝહરનું માથુ વાઢી લાવો અને મેચનું આયોજન કરો

શિમલા : ભારત અને પાકિસ્તાન વચ્ચે ધર્મશાળાનાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી ટી-20 મેચમાં સંકટનાં વાદળો ઘેરાઇ રહ્યું છે. ધર્મશાળામાં પૂર્વ સૈનિકોનો એક સમુહ આ મેચની વિરુદ્ધ છે. તેની પહેલા આ મેચનાં મુદ્દે રાજ્ય સરકારે પણ સુરક્ષાનો ઇન્કાર કરી દીધો હતો. રાજ્યનાં પુર્વ સૈનિક લીગ પ્રમુખ રિટાયર્ડ મેજર વિજય સિંહ મનકોટિયાએ બીસીસીઆઇની સામે શરત મુકી છે કે જ્યાં સુધી જેશ એ મોહમ્મદનાં પ્રમુખ મૌલાનાં મસૂદ અઝહરનું માથુ કલમ કરીને ધર્મશાળાનાં નહી લાવવામાં આવે ત્યાં સુધી ક્રિકેટ મેચનું આયોજન નહી થવા દેવામાં આવે.
એક પત્રકાર સાથેની ચર્ચામાં વિજયસિંહ મનકોટિયાએ કહ્યું કે આતંક અને ટી20 મેચ બંન્ને એક સાથે શક્ય નથી. આ મુદ્દે કાંઇ પણ ઘટતું કરવામાં આવે તેવું શક્ય નથી. કારણ કે આ સાથે લોકોની ભાવનાઓ જોડાયેલી છે. પઠાણકોર એરબેઝમાં આતંકવાદી હૂમલાથી ખુબ જ પરેશાન છે.જેનાં કારણે હિમાચલનાં બે સૈનિકોએ પોતાનાં જીવ ખોયા છે. તેમણે કહ્યું કે બીસીસીઆઇ સચિવ અનુરાગ ઠાકુર વારંવાર આ મેચમાંથી થનારા ફાયદાની થોડી રકમ શહીદ પરિવારજનોને આપવાની વાત કરી રહ્યા છે. જે શહિદોનું અપમાન છે.
મેજર વિજયસિંહ મનકોટિયાએ કહ્યું કે પૂર્વ સૈનિક ધર્મશાળામાં મેચનાં વિરોધમાં 10 માર્ચથી ધરણાં ચાલુ કરશે. તેમણે કહ્યું કે મેચને કોઇ પણ પરિસ્થિતીમાં રોકવા માટે કરો અથવા મરોનાં નારો આપવામાં આવ્યો છે. જવાનો કોઇ પણ પરિસ્થિતીમાં મેચ નહી થવા દેવાનાં મુડમાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ રાજ્ય સરકારનો પણ તેને પાછલા દરવાજે ટેકો આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે પણ સુરક્ષાનાં મુદ્દે હાથ ઉંચા કરી દીધા છે. જો કે કેન્દ્રનાં દબાણ બાદ હવે પરિસ્થિતી વિમાસણભરી છે.

You might also like