Categories: Gujarat

ઉના, ઉપલેટા, જૂનાગઢ, ધોરાજી અને અમરેલી સંપૂર્ણ બંધ રહ્યાં

અમદાવાદ: ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમ‌ઢિયાળા ગામના ચાર દલિત યુવકોને માર મારવાના વિરોધમાં દલિત સમાજ અને ભારતીય સમાજવાદી પાર્ટી દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ધોરાજી, ઉપલેટા, ઉના, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢમાં પણ લોકોએ વેપાર-ધંધા બંધ રાખી બંધને સમર્થન આપ્યું છે. રાજકોટ, પાટણ, ભાવનગર, જામનગર, અમદાવાદ સહિતનાં શહેરોમાં બંધની નહિવત્ અસર જોવા મળી રહી છે.

ગુજરાત બંધના એલાનના પગલે ઉના શહેર આજ સવારથી જ બંધ રહ્યું હતું. ધોરાજી, ગોંડલ, ઉપલેટા વગેરે શહેરોમાં પણ બંધની અસર જોવા મળી હતી. જૂનાગઢ તેમજ ભાવનગરમાં સ્કૂલ સંચાલકોએ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. રાજકોટમાં તોફાની ટોળાએ બીઆરટીએસમાં તોડફોડ કરી હોઇ આજના દિવસે બીઆરટીએસને નુકસાન ન થાય તે માટે બીઆરટીએસ રૂટ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ શહેરમાં બંધના પગલે ત્રણ એસઆરપીની ટુકડી ઉતારવામાં આવી છે.

ઉનાની ઘટનાના સૌરાષ્ટ્રમાં સૌથી વધુ પડઘા પડ્યા હોઇ સૌરાષ્ટ્રમાં બંધની વ્યાપક અસર જોવા મળી હતી. રાજકોટ એસટી ડેપોની તમામ બસોને રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદના સાળંગપુરમાં પણ એસટી બસ પર મોડી રાત્રે ટોળાએ પથ્થરમારો કર્યો હતો. જૂનાગઢના વંથલી ગામે હાઇવે પર હજારો લોકોના ટોળા રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. વાહનોની લાંબી લાઇનો લાગી ગઇ હતી.

ગુજરાત બંધના એલાનના પગલે રાજ્યભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસને સવારથી જ સ્ટેન્ડટુના આદેશ અપાયા છે. પોલીસ દ્વારા હાઇવે અને મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ મોટા ભાગના એસટી બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે.

વીરમગામમાં પણ લોકોએ સ્વયંભૂ બંધ રાખીને દલિત સમાજના બંધના એલાનને સમર્થન આપ્યું છે. પાટણમાં પણ દલિત સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. પાટણ-ચાણસ્મા હાઇવે પર લોકોએ ટાયરો સળગાવ્યા હતા. બનાસકાંઠાના ધાનેરામાં પણ લોકોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો હતો.

divyesh

Recent Posts

Hyundaiની નવી કોમ્પેક્ટ SUV મે મહિનામાં થઇ શકે છે લોન્ચ

હુંડાઇ મોટર ઇન્ડિયાએ પોતાની અપકમિંગ કોમ્પેક્ટ SUV Styxનો નવું ટીઝર રજૂ કર્યું હતું. હુંડાઇ સ્ટાઇક્સ ગત વર્ષે શોકેસ કરેલ કારલિનો…

15 hours ago

ડાયા‌િબટિક રેટિનોપથીની તપાસમાં પણ હવે ‘એઆઈ’નો ઉપયોગ

વોશિંગ્ટન: સ્વાસ્થ્યના ક્ષેત્રમાં નવી નવી ટેકનિક આવવાથી ઘણી ગંભીર બીમારીઓની ઓળખ કરવાનું અને તેનો ઉપચાર સરળ બની ગયો છે. કેન્સર…

15 hours ago

100 પશુઓ માટે ફોટોગ્રાફરે આરામદાયક જિંદગી અને સફળ કારકિર્દીને છોડી દીધી

(એજન્સી)મોસ્કોઃ દરિયા પુસ્કરેવા રશિયાની રાજધાની મોસ્કોની એક સફળ ફોટોગ્રાફર હતી, પરંતુ એક દિવસ તેણે આરામદાયક જિંદગીને છોડીને જંગલમાં રહેવાનું નક્કી…

15 hours ago

ઈલેક્ટ્રિક કારથી ત્રણ વર્ષમાં 90,000 કિ.મી.ની કરી યાત્રા

(એજન્સી)હોલેન્ડ: એક ઈલેક્ટ્રિક કાર ડ્રાઈવરે લોકોના સહયોગથી ત્રણ વર્ષમાં ૯૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરી. ઝીરો કાર્બન ઉત્સર્જનનો સંદેશ લઈને વિબ વેકર…

16 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે આપને પુષ્કળ પ્રમાણમાં મહત્‍વના લાભો મળવાના છે એમ ગણેશજીનું માનવું છે. આપનો કરિશ્‍મા, આત્મવિશ્વાસ અને અંત:સ્‍ફુરણા એટલા સક્રિય…

16 hours ago

મિત્રએ ઉધાર લીધેલા 25 હજાર આપવાના બદલે મોત આપ્યું

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સામાન્ય બાબતોમાં તેમજ રૂપિયાની લેતીદેતી જેવી…

17 hours ago