VIDEO: ઉના આરોગ્યકેન્દ્રમાં તબીબી સુવિધા મુદ્દે ધારાસભ્યને સફળતા

ગીર સોમનાથઃ ઉના આરોગ્ય કેન્દ્રમાં તબીબી સુવિધા મુદ્દે ધારાસભ્ય પૂંજા વંશનાં જન આંદોલનને સફળતા મળી છે. મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં આ અંગે જાહેરાત કરી છે. ઉના સિવિલ હોસ્પિટલને 100 બેડનાં અપગ્રેડની મંજૂરી આપી દેવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં આ નિર્ણયથી જન આંદોલન પણ સમેટાઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ અંગેનું આંદોલન સતત 10 દિવસથી ચાલતું હતું. આ ઉપવાસ આંદોલનનો પડઘો છેક ગૃહ સુધી પડ્યો છે.

સતત 10 દિવસથી કોંગ્રેસનાં ધારાસભ્ય પૂંજા વંશ આ મામલે આંદોલન કરીને ઉપવાસ પર બેઠા હતાં. પરંતુ તેઓને આ મામલે હવે સફળતા મળી છે અને તેઓનું આંદોલન હવે સમેટાઇ લેવામાં આવ્યું છે.

You might also like