ઉનામાં આમરણાંત ઉપવાસ કરી રહેલા બે ખેડૂતોની તબિયત લથડી

ઉનામાં ખેડૂતો આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. આ ઉપવાસ દરમિયાન વધુ બે ખેડૂતોની તબિયત લથડી છે. છાતીમાં દુખાવો થતા બંને ખેડૂતોને ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.

ઉલ્લેખનીય છે કે, 52થી વધુ ખેડૂતો છેલ્લા ચાર દિવસથી ઉપવાસ આંદોલન પર છે. ઉના શહેરના આંબેડકર ચોકમાં મોઠા, સીમર અને દુધાળાના ખેડૂતો આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. આ ખેડૂતોને સાથણીની જે જમીન સરકાર પાસેથી પાછી લેવા માટે આ ખેડૂતો ઉપવાસ કરી રહ્યા છે.

You might also like