સંયુક્ત રાષ્ટ્રએ ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાના સસ્પેન્ડ કરી

ડ્રગ્સના ખુલાસા બાદ યુએન સદ્દભાવના રાજદૂત પદ પરથી ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાના સસ્પેન્ડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ ટેસ્ટમાં ફેઇલ થવાના ખુલાસા બાદ રશિયાની મારિયા શારાપોવાને સંયુક્ત રાષ્ટ્રના સદ્દભાવના રાજદૂત પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. મારિયા શારાપોવાને સંયુક્ત રાષ્ટ્રના વિકાસ કાર્યક્રમ હેઠળ 2007થી સદ્દભાવના રાજદૂત તરીકે જોડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પાંચ વખતનું ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતનાર મારિયા શારાપોવાને પોતે ખુલાસો કરીને જણાવ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન ડ્રગ ટેસ્ટમાં ફેઇલ થઇ હતી. આ ખુલાસા બાદ શારાપોવા પર એક વર્ષ અથવા તેના વધારાના સમયનો બૈન લગાવામાં આવી શકે છે. આ ખુલાસા બાદ નાઇકીએ શારાપોવા સાથેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના જાણીતા સ્પોર્ટ્સ તબીબનું કહેવું છે કે શારાપોવા પર પ્રતિબંધિત મેલ્ડોનિયમ દવાનો ઉપયોગ બદલ બે વર્ષનો બૈન લાગી શકે છે.

You might also like