ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણથી સુરક્ષા પરિષદ પણ નારાજ

સંયુક્ત રાષ્ટ્ર: ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ પરીક્ષણની સંયુક્ત રાષ્ટ્ર પરિષદે એકમતે નીંદા કરી છે. જોકે, અમેરિકાએ માત્ર શબ્દોથી જ નહિ પરંતુ કાર્યવાહી પર પણ ભાર મૂક્યો છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યભાર સંભાળ્યા પછી રવિવારના ઉત્તર કોરિયાના શીર્ષ નેતા કિમ જોંગ-ઉને વ્યક્તિગત રીતે મધ્યમ દૂરની બેલેસ્ટિક મિસાઇલના પરીક્ષણનું નિરીક્ષણ કર્યું, જેમ કે જાપાનના સાગરમાં છોડવામાં આવી.

સુરક્ષા પરિષદે સોમવારના પુરાવાને આધારે કરવામાં આવેલા વિશ્લેષણ માટે તાત્કાલિક બેઠક બોલવી અને એક નિવેદન બહાર પાડતા તેની નીંદા કરી હતી. નિવેદનમાં સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા વિરુદ્ધ મહત્ત્વપૂર્ણ ઉપાય કરવાની ચીમકી આપી છે, જેનાથી તેની ઉપર લાગેલા પ્રતિબંધ કડક બનશે.

પરિષદના તમામ 15 સભ્યોએ જાહેરાતમાં કહ્યું કે પરિષદે જાહેર કર્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા કરવામાં આવેલ મિસાઇલ પરીક્ષણ તેના દ્વારા આંતરરાષ્ટ્રીય ફરજોનું ગંભીર ઉલ્લંઘન છે અને આ પ્રકારની ગતિવિધ રાખવા અપીલ કરવામાં આવી છે.

You might also like