UNએ આતંકવાદીઓની યાદી કરી જાહેર, દાઉદ-હાફિઝ સહિત પાકિ.ના 139 આતંકી સામેલ

સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદીઓ અને આતંકી સંગઠનોનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના 139 આતંકવાદીઓના નામ સામેલ છે. આ યાદીમાં સૌથી મોખરે અયમાન અલ-જવાહિરીનું છે..જેને લશ્કર-એ-તૈયબાનાનો પ્રમુખ છે. તેને ઓસામા બિન લાદેનનો ઉત્તરાધીકારી માનવામાં આવે છે.

સંયુકત રાષ્ટ્રનો દાવો છે કે જવાહિરી તાજેતરમાં અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર નજીક રહે છે. આ ઉપરાંત લિસ્ટમાં જવાહિરીના કેટલાક સાથીઓના પણ નામ છે. યાદીમાં 12 એવા આતંકીઓના નામ છે જેને પાકિસ્તાને ઝડપીને અમેરિકાને સોંપ્યા છે. આ લિસ્ટમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું નામ પણ છે.

UNના જણાવ્યા મુજબ દાઉદ પાસે અનેક નામથી પાકિસ્તાનના પાસપોર્ટ છે..જે રાવલશપડી અને કરાંચીથી જાહેર કરાયેલા છે..યુએનનો દાવો છે કે દાઉદનો કરાંચીના નૂરાબાદ વિસ્તારમાં પહાડી વિસ્તારમાં મોટો બંગલો છે…આ ઉપરાંત હાફિઝ સઈદનું નામ લિસ્ટમાં છે..લશ્કરના મીડિયા પ્રભારી અને હાફિઝના સાથી અબ્દુલ સલામ અને જફર ઈકબાલને પણ આ યાદીમાં નાખવામાં આવ્યા છે.

You might also like