સંયુકત રાષ્ટ્રે ઉત્તર કોરિયા પર નવા પ્રતિબંધ લગાવ્યા

નવી દિલ્હી: સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઈ કાલે ઉત્તર કોરિયા પર નવેસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નવા પ્રતિબંધ અંગે ચીન અને રશિયાએ પણ સંમતિ દર્શાવી છે. સંયુકત રાષ્ટ્રની બેઠકમાં તમામ સભ્ય દેશોએ ૧૫-૦થી મત આપી ઉત્તર કોરિયા સામે લગાવવામાં આવેલા પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો છે.

આ નવા પ્રતિબંધ અનુસાર ઉત્તર કોરિયા મોકલવામાં આવતા કોલસા, સી ફૂડ અને અન્ય ચીજ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથોસાથ ઉત્તર કોરિયાથી થતી કપડાની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર કોરિયા હવે વર્તમાન સમયે જે મર્યાદા નકકી કરવામાં આવી છે તે મુજબ જ કાચા તેલ(ખનીજ)ની આયાત કરી શકશે. 2006થી જ સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદ ઉત્તર કોરિયા સામે નવ પ્રસ્તાવને એક મતથી મંજૂરી આપી હતી. બીજી તરફ ઉત્તર કોરિયા સતત અમેરિકા પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું હતું. સાથોસાથ કેટલાક દિવસો પહેલાં જ જાપાન ઉપર પણ મિસાઈલ છોડી હતી. આ મિસાઈલ ૨૭૦૦ કિમીનું અંતર કાપી પ્રશાંત મહાસાગરમાં જઈને પડી હતી. તેથી અમેરિકાએ ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવવા માગણી કરી હતી.

અફઘાનિસ્તાનમાં આતંકીઓએ ૩૫ લોકોનું અપહરણ કર્યું
દરમિયાન અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓએ ૩૫ લોકોનું અપહરણ કર્યાના અહેવાલ બહાર આવી રહયા છે. આ ઘટના જાવજાન પ્રાંતની છે. અને તેની પાછળ ઈસ્લામિક સ્ટેટઅને તાલિબાન સમર્થિત આતંકવાદીઓનો હાથ હોવાની શંકા વ્યકત થઈ રહી છે.

You might also like