નોર્થ કોરિયાના પરીક્ષણથી UN નારાજઃ આજે બેઠક બોલાવી

સંયુકત રાષ્ટ્ર: ગત રવિવારે ઉત્તર કોરિયાએ કરેલા મિસાઈલ પરીક્ષણને લઈને અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાએ નારાજગી દર્શાવી આવતી કાલે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવા જાહેરાત કરી છે.
અમેરિકા પર સતત હુમલા કરવાનું વલણ અપનાવનારા ઉત્તર કોરિયાએ આ મિસાઈલ પરીક્ષણ એવા સમયે કર્યું છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ મધ્ય-પૂર્વના દેશોની આઠ દિવસની યાત્રાએ ગયા છે.

દરમિયાન ઉત્તર કોરિયાએ આજે મધ્યમ અંતરના એક અન્ય બેલેસ્ટિક મિસાઈલના પરીક્ષણની વાતને સમર્થન આપ્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના નેતૃત્વમાં જમીનથી જમીન પર હુમલો કરી શકે તેવી મધ્યમથી લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પુકગુકસોંગ-૨નું પરીક્ષણ હથિયાર પ્રણાલીની ટેકનિકલ તપાસ માટે કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ કિમે જણાવ્યું હતું કે મિસાઈલની હુમલા ક્ષમતા ખૂબ જ ઝડપી છે.

આ હથિયાર પ્રણાલીની તહેનાતીને મંજૂરી આપવામાં આવી છે. જેમાં પુકગુકસોંગ-૨ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. જેમાં હુમલાની ક્ષમતા ૫૦૦ કિલોમીટર છે. ઉત્તર કોરિયાએ અેક સપ્તાહમાં આવી રીતે બીજી વખત મિસાઈલ પરીક્ષણ કર્યું છે. જેમાં રવિવારે લાંબા અંતરના બેલેસ્ટિક મિસાઈલ હવાસોંગ-૧૨નું પરીક્ષણ કર્યું હતું. કિમે આ મિસાઈલના પરીક્ષણનો આદેશ જારી કર્યા બાદ અધિકારીઓ સાથે મળી આ પરીક્ષણનાં પરિણામોનું વિશ્લેષણ કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like