વિવાદાસ્પદ અમ્પાયર શમસુદ્દીન મેદાનની બહાર

ઇંગ્લિશ ટીમનું ટેન્શન બનેલા ભારતીય અમ્પાયર સી. શમસુદ્દીનને ગઈ કાલે રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં મેદાન પરના અમ્પાયરને સ્થાને ત્રીજા અમ્પાયરનું કામ સોંપવામાં આવ્યું હતું. શ્રેણીની બીજી મેચમાં તેણે બે ખોટા નિર્ણયો આપ્યા હતા, જેની ફરિયાદ ઇંગ્લિશ ટીમે મેચ રેફરીને કરી હતી. આમ છતાં આઇસીસીના અધિકારીઓના લિસ્ટમાં તેમનું નામ બીજા નંબર પર હતું. ગઈ કાલે શમસુદ્દીને તબિયત ખરાબ હોવાને કારણે મેદાનમાં અમ્પાયરિંગની ભૂમિકા નિભાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ નીતિન મેનનને અનિલ ચૌધરી સાથે મેદાન પરના અમ્પાયરિંગની ફરજ નિભાવી હતી અને શમસુદ્દીન થર્ડ અમ્પાયર બન્યા હતા. ટી-૨૦ શ્રેણીની બીજી મેચની અંતિમ ઓવરમાં શમસુદ્દીને બોલ બેટમાં વાગ્યો હોવા છતાં જો રૂટને એલબી આઉટ આપ્યો હતો. ત્યાર બાદ ઇંગ્લિશ ટીમ માત્ર પાંચ રને હારી ગઈ હતી.
http://sambhaavnews.com/

You might also like