ઉમા ભારતીને ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન બનાવાશે?

ઉત્તરપ્રદેશમાં જો ભાજપ સત્તા પર આવશે તો રાજ્યના મુખ્યપ્રધાન બુંદેલખંડના કોઈ નેતા બને એવી સંભાવના છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અન વર્તમાન કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજર બિન-યાદવ ઓબીસી મતબેંક પર છે અને એ સ્થિતિમાં બિન-યાદવ ઓબીસી તેમજ બુંદેલખંડના પછાત વિસ્તારમાંથી આવતાં ઉમા ભારતીથી વધુ શ્રેષ્ઠ વિકલ્પ અન્ય કોઈ હોઈ શકે નહીં. ઉમા ભારતી હિન્દુત્વની ઓળખ પણ ધરાવે છે તેમજ બાબરી ધ્વંશ કેસમાં મુખ્ય આરોપી પણ રહ્યા છે.

જોકે ઉમા ભારતીના મુખ્યપ્રધાન બનવાથી રાજ્યની બ્રાહ્મણ મતબેંક નારાજ થઈ શકે છે. અન્ય જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં રિતા બહુગુણા જોશીનાં નામો પણ સામેલ છે. ઉમા ભારતીને ‘સ્વચ્છ-ગંગા’ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવી છે, પરંતુ જંગી બજેટ છતાં તેઓ બે-અઢી વર્ષમાં આ પ્રોજેક્ટમાં કોઈ નક્કર કામગીરી કરી શક્યા નથી. એમ તો મધ્યપ્રદેશના મુખ્યપ્રધાનપદે રહીને પણ તેમણે કામ કરતાં વિવાદો વધુ સર્જ્યા હતા. એ સ્થિતિમાં તેમને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો ભાજપ માટે તેઓ બોજ બની જાય એવી શક્યતા વધુ રહેશે.
http://sambhaavnews.com/

You might also like