વિધાનસભાની ચૂંટણી બાદ રાહુલ ગાંધી થાઇલેન્ડ ન જતા રહે : ઉમા ભારતી

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને સલાહ આપતા કહ્યું કે હું તેમને અપીલ કરૂ છુ કે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ થાઇલેન્ડ ન ભાગી જાય. આ સાથે જ તેમણે ગંગા નદી મુદ્દે વડાપ્રધાન મોદી પર કરે હૂમલાનો જવાબ આપ્યો છે. મીડિયા સાથે ચર્ચા દરમિયાન ઉમાએ કહ્યું કે રાહુલને મારી સાથે ગંગાની સફાઇનું કામ જોવું જોઇએ અને જો તેમની સફાઇનું અભિયાન ચાલુ નથી થયું અથવા તો તેમને ગંગામાં કૂદવું જોઇએ નહી તો હું કુદી જઇશ.

ઉમાએ કહ્યું કે મહાત્મા ગાંધી બાદ વડાપ્રધાન મોદી જ એક એવા વ્યક્તિ છે, જેમણે બાકી સરકારોની સામે ગંગા સફાઇ માટે 7 ગણી વધારે ફંડ આપ્યું. તેમણે કહ્યું કે ગંગા સફાઇનું પહેલુ ચરણ ઓક્ટોબર 2018 સુધી પુરૂ થઇ જશે અને પછી બીજુ કરણ ચાલુ થશે. તેમણે રાહુલને પોતાનું કામ જોવા માટે 18 ઓક્ટોબર 2018નું નિમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વારાણસીમાં એક રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યુ હતું કે મોદીજી ગંગા માં પાસે ગયા અને ડીલ કરી. તેમણે કહ્યું કે ગંગા મા પહેલા મને વડાપ્રધાન બનાવી દો પછી હું બધુ જોઇ લઇશ. તમે જ જણાવો તેમણે યૂપી કે ગંગા મા માટે શું કર્યુ. શું તેમણે ગંગાને સાફ કર્યું.

You might also like