ભાજપનાં કેન્દ્રીય મંત્રીએ કર્યા નીતીશ કુમારનાં વખાણ

નવી દિલ્હી : કેન્દ્રની ભાજપનીત સરકાર અને બિહાર સરકાર વચ્ચે હુંસાતુંસી ચાલ્યા જ કરતી હોય છે. જો કે કેન્દ્રીય મંત્રી ઉમાભારતીએ આ વખતે નીતીશ સરકારનાં આ પગલાનાં વખાણ કર્યા છે. જળસંસાધન વિકાસમંત્રી ઉમાભારતીએ બિહારમાં બિનકાયદેસર દારૂનાં નિર્માણ અને વેચાણ પર આશંકા પ્રતિબંધ લગાવવા માટે રાજ્યવિધાનસભાનાં વિધેયકને પસાર કરવાનું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રી નીતીશ કુમરથી સારૂ કામ ચાલુ રાખવા માટેની અપીલ કરી હતી.

કેન્દ્રીય જળસંસાધન મંત્રીએ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કહ્યું કે દારૂ પર પ્રતિબંધ લગાવવો તે એક સારૂ પગલું છે. નીતીશજીએ આ કામને ચાલુ રાખવું જોઇએ. દારૂથી થનારા ત્રાસને ધ્યાને લઇને બિનકાયદેસર દારૂનાં નિર્માણ અથવા વેચાણનાં વિધેયકમાં મૃત્યુદંડની સજાની જોગવાઇ પણ રાખવામાં આવી છે.

એક પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો કે બિહાર વિધાનસભાનાં સભ્યો દારૂનું સેવન નહી કરે. પહેલા ચરણમાં દેશી દારૂ પર સંપુર્ણ પ્રતિબંધ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં સંપુર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવશે જ્યારે ભારત નિર્મિત વિદેશી દારૂ (આઇએણએફએલ) માત્ર નગર નિગમ અને પરિષદ જેવા રાજ્યોનાં સીમિત વિસ્તારમાં વેચવામાં આવશે.

You might also like