આવી ગઈ નવી ટેક્નોલોજી વાયરલેસ સ્ટીકરથી ચાર્જ થશે મોબાઇલ ફોન

સંશોધકોએ એવી ટેક્નોલોજી વિકસાવી છે જેના દ્વારા કોઈ પણ વાયર વગર મોબાઇલ ફોન સહિત તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરાઈ શકે. એનાથી એવા ઉપકરણો પણ ચાર્જ થઈ શકશે જેમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા નથી આપવામાં આવી. આ રીતે એપલના આઇફોન અને આઇપેડ અને નોકિયાના કેટલાક ફોનમાં ચાર્જિંગ કરવું કારગર સાબિત થશે.

આ વાયરલેસ ચાર્જરને ફ્રાંસની એક સ્ટાર્ટઅપ કંપનીએ વિકસિત કર્યું છે. તેનું નામ એનજીસ્ક્વેર છે. તેને લાસ વેગસના કંન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં રજૂ કરવામાં આવ્યો છે. તેમાં એક ચાર્જિંગ પેડ અને એક સ્ટીકર છે, જેને એક ઉપકરણની પાછળ લગાડવામાં આવે છે. સ્ટીકર માઇક્રો-યૂએસબી, યૂએસબી-સી અથવા લાઇટનિંગ સાથે બે ઇલેક્ટ્રોડને ટેકો આપે છે, જેના દ્વારા ચાર્જિંગ પોર્ડથી જોડાઈ જાય છે.

એક વાર ઉપકરણના પેડ પર મૂક્યા પછી ચાર્જિંગ શરૂ થઈ જાય છે. પરંતુ આ દરમિયાન સ્ટીકર ઉપકરણનું સામાન્ય ચાર્જિંગ પોર્ટને બંધ કરી દે છે. જો કોઈ ઉપકરણ સામાન્ય રીતે ચાર્જ કરવા ચાહે તો તેને સ્ટીકર હટાવવાની જરૂર પડે છે.

કંપનીએ સ્વીકાર્યું છે કે વાયરલેસ ચાર્જરની એક જ ખામી છે. કંપનીએ વચન આપ્યું છે કે ચાર્જરના વધુ વિકસિત સંસ્કરણમાં તેની પાછળ એક પોર્ટ શામેલ હશે. એનર્જી સ્ક્વેરની કિંમત 89 ડોલર છે. એમાં એક ચાર્જિગ પે અને પાંચ સ્ટીકર શામેલ છે.

You might also like