જાસૂસ માછલીએ દેશભક્તિ માટે આપ્યો જીવ, જાણો દેશભક્ત ડોલ્ફિનો વિશે

ડોલ્ફિનના માણસ સાથેની મિત્રતાના ઘમા કિસ્સા સાંભળ્યા હશે, પણ આજે તમને જણાવીશુ સેનામાં શામેલ ડોલ્ફિનો વિશે. તમે આતુર થઈ રહ્યા હશો કે આજ સુધી તમે કુતરાને સેનામાં સાંભળ્યુ હશે, પણ યુક્રેનની ડોલ્ફિનોએ દેશભક્તિની એવી મિસાલ રજુ કરી કે જેને સાંભળીને દરેક લોકો થઈ જાય છે હેરાન…

 

યુક્રેનના એક અધિકારીએ દાવો કર્યો છે કે તેમની ડોલ્ફિને દુશ્મન દેશના કબ્જામાં ગયા બાદ જીવ આપી દિધો હતો. એક રિપોર્ટ પ્રમાણે, યુક્રેન સેનામાં નેવી મિશન માટે ઘણી ડોલ્ફિનને જાસૂસીની સ્પેશ્યલ ટ્રેનિંગ આપીને તૈયાર કરી હતી.

આ ડોલ્ફિન જાસૂસી કરવાની સાથે બોમ પ્લાંટ કરવા અને શિપ કે સબમરીનને ઉડાડવા માટે પણ ટ્રેઈન્ડ હતી. આ સૈનિકો સાથે તેમની સીટીઓનો જવાબ આપીને વાત કર્યા કરતી હતી.

યુક્રેનના પ્રતિનિધિ બોરિસ બાબિન અધિકારએ દાવો કર્યો છે કે બધી જ ડોલ્ફિન મરી ચુકી છે. તેમના કહ્યા પ્રમાણે આ ડોલ્ફિનોને રશિયાએ કબ્જામાં લઈ લીધી હતી જ્યાર બાદ રુશી અધિકારએ તેમને નિર્દેશ આપ્યો જે તેમણે માનવાથી ઈન્કાર કર્યો અને ડોલ્ફિનોએ તેમના હાથનું ખાવાનું પણ ન ખાધુ અને ભુખગડતાળ પર રહી જેનાથી તેમની મોત થઈ ગઈ. દેશ ભક્તિ માટે આ ડોલ્ફીનોએ પોતાનો જીવ આપી દિધા હોવાનો દાવો અધિકારીએ કર્યો હતો.

બીજી બાજુ રશિયાના અધિકારી ડેમેટ્રી બેલિકે તમામ આરોપોને ફગાવતા કહ્યુ કે 2014 બાદ આ ડોલ્ફિનોને વેચી કઢાઈ કાં તો તેમની નેચરલ ડેથ થઈ ગઈ છે. યુક્રેનની દેશભક્તિ જેવી કોઈ વાત નથી, કેમકે યુક્રેને આ દરેક સી મૈમલ્સને પહેલાથી ડિમિલિટ્રાઈઝ્ડ કરી દિધી હતી. તેમના અનુસાર આ યુક્રેનનો પ્રોપગંડા છે.

You might also like