ઓબેસિટીને નાથવા બ્રિટિશ સરકારે બર્ગર અને પિત્ઝાની સાઈઝ નાની કરવાનું કહ્યું

જન્ક ફૂડ ખાવાને કારણે મેદસ્વિતાનું પ્રમાણ ખૂબ ફૂલીફાલી રહ્યું છે એ વાતમાં કોઈ બેમત નથી. બ્રિટિશ સરકારે જન્ક ફૂડ વિક્રેતાઓ માટે એક નવી ગાઈડલાઈન તૈયાર કરી છે. એમાં તેમને રેગ્યુલર ડિશની સાઈઝમાં ઘટાડો કરવાનું કહેવામાં અાવ્યું છે. બર્ગર અને પિત્ઝા જેવી ચીજોની સાઈઝ ઘટાડીને ઓવરઓલ જન્ક ફૂડ અાઈટમની કેલરી ઘટાડવાનો અાદેશ અાપવામાં અાવ્યો છે. ચરબી અને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર જન્ક ફૂડ વેચતી કંપનીઓ માટે નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં અાવી રહી છે, જેમાં જે તે ડિશના એક સર્વિંગની કેલરી ઓછી કરવા માટે સાઈઝ નાની કરવાનું અથવા તો વપરાતા ઘટકોમાં બદલાવ કરવાનું કહેવામાં અાવશે.

You might also like