વિશ્વની દાઢીવાળી યુવતી હરનામ કૌરનું નામ ગિનિસ બુકમાં સામેલ

નવી દિલ્હી: વિશ્વની દાઢીવાળી યુવતી બનવા માટે ઈંગ્લેન્ડની હરનામ કૌરનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. નાની વયે આ ટાઈટલ મેળવનારી તે પ્રથમ યુવતી બની ગઈ છે. હરનામને દાઢી હોવાની વાત તેના માટે શરમની વાત નથી. તે કહે છે કે અનેક વાર તેની આવી સ્થિતિ બદલ કેટલાક લોકો તેને ચીડવતા હતા, પરંતુ તેણે આ બાબતે ક્યારેય હાર માની નથી. આવી તમામ પરિસ્થિતિ વચ્ચે પણ તે કેટવોક મોડલ અને બોડી ઈમેજ એક્ટિવિસ્ટ તરીકે તેની હાજરી આપતી રહી હતી. હરનામની ઉંંમર માંડ 24 વર્ષ અને 282 દિવસ છે અને તેની દાઢી છ ઈંચ લાંબી છે. ગિનિસ બુકે ગત બુધવારે જાહેરાત કરી હતી કે હરનામને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સામેેલ કરવામાં આવી છે, તેની આ સફળતાથી તે ખૂબ જ ગર્વ અનુભવે છે.

You might also like