કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં FaceBookને 4.56 કરોડનો દંડ થશે

લંડન: કેમ્બ્રિજ એનાલિટિકા કૌભાંડમાં FaceBookને ૪.૫૬ કરોડ(પાંચ લાખ પાઉન્ડ) નો દંડ ફટકારવા બ્રિટનના માહિતી કમિશનર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે તેમણે વધુમાં જણાવ્યું છે કે તેઓ ફેસબુકને ડેટા લીક કરવાના મામલે આવો દંડ કરવા માગે છે.

બ્રિટનના માહિતી કમિશનર એલિઝાબેથ ડેનહમે વધુમાં જણાવ્યું હતું કે તેમના વિભાગે આ અંગે તપાસ કરતાં કેમ્બ્રિજ એનાલિટિકાએ કરોડો લોકાના ડેટાનો અયોગ્ય રીતે કેવો ઉપયોગ કર્યો હતો તે જાણવા મળ્યું છે. ગત માસમાં પણ આ મામલે યુએસ અને યુરોપિયન યુનિયન દ્વારા ફેસબુકના સીઈઓને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને આ અંગેના અનેક સવાલો તેમને પૂછવામા આવ્યા હતા.

તેથી તેના આધારે જે જવાબો મળ્યા છે તેને ધ્યાનમાં લઈને ફેસબુકને આવો દંડ કરવા નિર્ણય લેવામા આવ્યો છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આમ પણ ૫૯૦ બિલિયન ડોલરવાળી આ કંપની માટે આવા દંડની રકમ મોટી ગણી ન શકાય.

ડેનહમે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે ફેસબુક લોકોની માહિતીને લીક થતી બચાવવામાં નિષ્ફળ રહ્યું અને બીજા લોકોએ આવી ડેટાનો ઉપયોગ કરવા છતાં પારદર્શિતા નહિ દર્શાવીને કાયદાનો ભંગ કર્યો છે.તેથી ફેસબુક સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે.

ફેસબુકના મુખ્ય અંગત અધિકારી અેરિન ઈગાને જણાવ્યું કે અમે પહેલાં પણ જણાવ્યું હતું કે અમારે ૨૦૧૫માં જ કેમ્બ્રિજ એનાલિટિકાના દાવા અંગે તપાસ કરવાની હતી. હાલ અમે યુએસ અને અન્ય દેશોના અધિકારીઓની જેમ જ બ્રિટનના માહિતી કમિશનરની સાથે મળી કેમ્બ્રિજ એનાલિટિકા અંગે તપાસમાં સહકાર આપી રહ્યા છીએ.

You might also like