અહીં બિલાડીને મળે છે સરકારી નોકરી, સંસદમાં રહે છે હાજર

લંડનઃ બિલાડીને લોકો કાયમ પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રાખે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે હવે બિલાડીઓને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. તે પણ જેવી તેવી નહીં પરંતુ બિલાડી વિભાગમાં તેઓ ફરજ બજાવી રહી છે.

આજે જ્યાં લોકો ડિગ્રી લઇને પણ બેરોજગાર ફરી રહ્યાં છે. ત્યાં એક જગ્યા એવી છે કે જ્યાં બિલાડીઓને સરકારી નોકરી આપવામાં આવી રહી છે. ત્યારે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે આ બિલાડીઓને કારણે માણસની નોકરી જોખમાઇ રહી છે. બ્રિટિશ સરકારે પોતાના કેબિનેટ કાર્યાલયમાં આ રીતની નોકરીઓ નિકાળી છે. બ્રિટિશ સરકાર ઉંદરોથી હેરાન થઇ ગઇ છે. ત્યારે કેબિનેટમાંથી ઉંદરોને ભગાડવા માટે બિલાડીની નિમણુક કરવામાં આવી છે. અહીંની સરકારે ઇવી અને ઓસી નામની બે બિલાડીઓ પાડી છે.

તેમના આ નામ રાખવા પાછળ પણ રસપ્રદ કારણ છે. ઇવી નામ લોકસેવાની પહેલી મહિલા સ્થાયી સચિવ ડેમ ઇલવિન શાર્પના નામ પર રાખ્યું છે. જ્યારે ઓસીનું નામ જાણીતા સિવિલ સર્વેટ ઇસીબી ઓસ્મોદર્લીના નામ પર રાખ્યું છે. બ્રિટિસ સરકારે કાર્યાલયમાં ઉંદરના વધી રહેલા ત્રાસને કારણે આ બિલાડીઓ તહેનાત કરી છે.

home

You might also like