ઇગ્લેન્ડના નવા વીઝા નિયમો જાહેર, ભારતના IT પ્રોફેશનલ્સને નુકસાન

નવી દિલ્હીઃ સતત પ્રવાસીઓની વધી રહેલી સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે બ્રિટેનની સરકારે યૂરોપીય સંધથી બહારના લોકો માટે વીઝાના નીતિ નિયમો બદલવાની જાહેરાત કરી છે. તેનાથી મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને આઇટી પ્રોફેશનને અસર થશે. બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા ગઇ કાલે સાંજે નવા વીઝા નિયમો અનુસાર કંપનીની અંદર સ્થાનાંતરણ વર્ગ-2 (આઇસીટી) માટે 24 નવેમ્બર બાદ આવેદન કરનારાઓ માટે અનિવાર્ય વેતનની ઓછામાં ઓછી સીમા 30 હજાર પાઉન્ડ રહેશે. જે પહેલા 20,800 પાઉન્ડ હતી.

આઇસીટી માધ્યમનો ઉપયોગ સૌથી વધારે બ્રિટન સ્થિત ભારતીય આઇટી કંપનીઓ કરે છે અને બ્રિટનની આવ્રજન સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે આ વર્ષની શરૂઆતમાં આ રીતે રજૂ થયેલા વીઝાઓમાંથી લગભગ 90 ટકા વીઝા ભારતીય આઇટી પ્રોફેશન ધરાવતા લોકો પાસે છે. આ પરિવર્તનની જાહેરાત બ્રિતાની પ્રધાનમંત્રી થેરાસાના ત્રણ દિવસીય ભારતીય પ્રવાસ પહેલાં પહેલા કરી છે. જેઓ આ રવિવારે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે.

બ્રિટેનના ગૃહમંત્રાલયના એક નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું છે કે ટિયર-2માં આવેલા પરિવર્તનને બે તબક્કામાંથી પહેલા તબક્કાની જાહેરાત સરકારે માર્ચમાં કરી હતી. આ જાહેરાત સ્વતંત્ર આવ્રજન સલાહકાર સમિતિની સમિક્ષા બાદ કરવામાં આવી છે. જો આ સંબંધિ કોઇ વિપરિત સંદેશો પ્રાપ્ત નહીં થાય તો 24 નવેમ્બરે આ નિયમ અમલમા મૂકવામાં આવશે.

You might also like