બ્રિટને અમજદ અલી ખાંનો વિઝા નામંજૂર કરતાં વિવાદ છેડાયો

નવી દિલ્હી: દેશના પ્રસિદ્ધ સરોદવાદક ઉસ્તાદ અમજદ અલી ખાંની વિઝા અરજી બ્રિટિશ હાઈકમિશને ફગાવી દેતાં વિવાદ છેડાયો છે. અમજદ અલી ખાંએ પણ બ્રિટિશ હાઈકમિશનના આ નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

૭૦ વર્ષના અમજદ અલી ખાંના ૧૭ અને ૧૮ સપ્ટેમ્બરે રોયલ ફે‌િસ્ટવલ હોલમાં બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં એક કાર્યક્રમ શાસ્ત્રીય ગાયિકા શુભા મુદ્ગલ સાથે હતો. વિઝા અરજી નકારવાના કારણ પર બ્રિટિશ હાઈકમિશનના પ્રવકતાએ જણાવ્યું છે કે મિશન વ્યક્તિગત કેસમાં કોઈ ટિપ્પણી કરતું નથી.

અમજદ અલી ખાંએ પોતાના ટ્વિટમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ટેગ કરીને લખ્યું હતું કે મારા યુકે વિઝા નામંજૂર કરવામાં આવ્યા છે. પ્રેમ અને શાંતિનો સંદેશ પ્રસરાવતા સંગીતકારો માટે આ નિર્ણય દુઃખદ છે. સરોદવાદકે લખ્યું છે કે ‘૭૦ના દાયકાથી લગભગ દર વર્ષે બ્રિટનમાં પોતે કાર્યક્રમો આપી રહ્યા છે, પરંતુ આ વખતે મારા વિઝા નામંજૂર કરવામાં આવતા મને આશ્ચર્ય થયું છે.

અમજદ અલી ખાંના પુત્ર અમાન અલીએ જણાવ્યું છે કે અગાઉ ક્યારેય આવું થયું નથી. આપણા દેશમાં આ યોગ્ય નથી. મારા પિતાએ સમગ્ર જીવન દરમિયાન દેશ અને શાંતિ માટે કાર્ય કર્યું છે.

You might also like