ઉજ્જૈન“સિંહસ્થ કુંભ મેળો”: પ્રથમ શાહી સ્નાન શરૂ

ઉજ્જૈનઃ શુક્રવારે સવારે મોક્ષદાયિની શિપ્રામાં પહેલા અમૃત સ્નાન સાથે દુનિયાના સૌથી મોટા ધાર્મિક મેળા સિંહસ્થ કુંભની શરૂઆત થઇ ગઇ છે. દેશ અને દુનિયાભરના લાખ્ખો લોકો અહીં સ્નાન કરવા માટે આવશે. ત્યારે તેને પગલે અહીં કડક સુરક્ષા વ્યવસ્થા લાદી દેવામાં આવી છે.

પ્રથમ શાહી સ્નાન શરૂઃ ગુરૂવાર અને શુક્રવારની રાત્રે બાર વાગ્યાથી શ્રદ્ધાળુઓએ શિપ્રાના સિહંસ્થ 2016માં પહેલી ડુબતી મારી છે. પ્રશાસન દ્વારા રામઘાટ અને દત્ત અખાડા ઘાટને છોડીને અન્ય ઘાટો પર ભક્તોના સ્થાનની વ્યવસ્થા કરી છે. શિપ્રા નદીમાં સૌથી પહેલાઅલગ અલગ અખાડાના સંતો સ્નાન કરી રહ્યા છે. જૂના અખાડાના સ્નાન સાથે પહેલા શાહી સ્નાનની શરૂઆત કરી છે. પહેલાં શાહી સ્નાનમાં 13 અખાડા શામેલ છે. દરેક અખાડાને સ્નાન કરવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવ્યો

પહેલાં શાહી સ્નાનમાં એક પણ શંકરાચાર્ય નહીઃ સદીના બીજા સૌથી મોટા મેળા સિંહસ્થ મહાપર્વમાં દેશના ચાર મુખ્ય પીઠોના શંકરાચાર્યોમાંથી કોઇ પણ પહેલાં શાહી સ્નાનમાં શામેલ થયા નથી. તેનું મુખ્યકારણ શંકરાચાર્યોના સિંહસ્થમાં મોડેથી આગમન થશે. તેઓ મે મહીનામાં આ મેળામાં શામેલ થશે.

You might also like