ઉજાલા સર્કલ પાસે થયેલા ફાયરિંગનો મામલો ગૂંચવાયો

અમદાવાદ: અમદાવાદના સરખેજ ઉજાલા સર્કલથી સાણંદ રોડ ઉપર આવેલા સુવિધા એસ્ટેટમાં એક સપ્તાહ પહેલાં મોડી રાત્રે ગાડી પાર્ક કરવા બાબતે થયેલો ફાયરિંગ કેસ વધુ ગૂંચવાયો છે. પોલીસે જપ્ત કરેલી સેન્ટ્રો ગાડી ચોરીની હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે આરોપીઓ ફાયરિંગ કરીને જે એકટિવા ઉપર ફરાર થયા હતા તે એક્ટિવા નંબર પ્લેટ વગરનું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ ફાયરિંગ કેસમાં એફએસએલના અધિકારી તથા પોલીસને ઘટના સ્થળ ઉપરથી ફૂટેલી કારતૂસ મળી આવી નથી. ઘટનાની ગંભીરતાને સમજી આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે

રાજવી હોટલ પાસે આવેલી સુવિધા એસ્ટેટમાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડ ફારુકભાઇ એક સપ્તાહ પહેલાં રાત્રે 10 વાગ્યે એસ્ટેટમાં હાજર હતા. એક સેન્ટ્રો કાર ચાલક આવીને પોતાની કાર પાર્ક કરી હતી. તે સમયે ફારુકભાઇએ ગાડી પાર્ક કરવાની ના પાડતાં સેન્ટ્રો કાર ચાલકે તેની સાથે માથાકૂટ શરુ કરી દીધી હતી તે સમયે એક બાઇક આવીને એસ્ટેટમાં ઊભું રહ્યું હતું અને ફારુકભાઇ સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો. તે સમયે સુવિધા એસ્ટેટમાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટના મેનેજર સજ્જન શર્મા ફારુકભાઇના બચાવમાં આવી ગયા. એક્ટિવા પર આવેલા ચાલકે તાત્કાલીક ડેકીમાંથી રિવોલ્વર કાઢીને કાઢીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા લઇને ફરાર થઇ ગયા હતા

અમદાવાદ જિલ્લાના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું છે કે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. તપાસમાં સેન્ટ્રો કારના આરોપીઓએ છત્રાલના રહેવાસી દિનેશભાઇ ઓમપ્રકાશ મલહોત્રાની ચોરી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવી કેમેરા ચેક કરતાં આરોપીઓ જે એક્ટિવા ઉપર ફરાર થયા છે તે એક્ટિવાનો નંબર પણ નથી મળી આવ્યાે આ સિવાય ઘટના સ્થળ ઉપરથી પોલીસ કે પછી એફએસએલને ફૂટેલી કારતૂસ પણ નથી મળી આવી. પ્રાથમિક તપાસમાં આરોપીઓનો લૂંટનો ઇરાદો હોય તેવું જણાય છે.

You might also like