RTI માં થયો ખુલાસો, સરકારી વેબસાઇટોએ જ લીક કરી હતી આધારથી જોડાયેલી જાણકારીઓ

નવી દિલ્હી: ભારતમાં આધારને રજૂ કરનારી સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ સંસ્થાએ ખુલાસો કર્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની 200 થી વધારે વેબસાઇટોએ કેટલાક આધાર લાભાર્થીઓના નામ અને સરનામા જેવી જાણકારીઓ લીક કરી છે.

UIDAI એ એક આરટીઆઇના જવાબમાં કહ્યું કે એ લોકોએ આ ઉલ્લંઘન પર સંજ્ઞાન લીધું છે અને આ વેબસાઇટોથી જાણકારીઓ હટાવી દેવામાં આવી છે. જો કે એવું સ્પષ્ટ થયું નથી કે આ ઉલ્લંઘન ક્યારે થયું છે. UIDAI 12 અંકોની વિશિષ્ટ ઓળળ સંખ્યા રજૂ કરે છે જે દેશમાં ક્યાંય પણ ઓળખ અને ઘરના સરનામાંના પુરાવા હોય છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે વિવિધ સામાજિક સેવા યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધારને ફરજીયાત કરી દીધું છે. UIDAI કહ્યું કે એમની તરફથી આધારની યાદીને ક્યારેય પણ સાર્વજનિક કરવામાં આવી નથી.

UIDAI એ કહ્યું કે, ‘એવું મળી આવ્યું છે કે શૈક્ષિક સંસ્થાનો સહિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના વિભાગોએ આશરે 210 વેબસાઇટો પર લાભર્થીઓના નામ, સરનામા અને અન્ય જાણકારીઓ અને આધાર સંખ્યાઓને સામાન્ય જનતાની સૂચના માટે સાર્વજનિક કરી દેવામાં આવ્યા છે.’

એમાં કહેવામાં આવ્યું છે કે આધાર પરિસ્થિતિની તંત્રને એવી રીતે બનાવવામાં આવી છે કે એની ડેટા સુરક્ષા અને પ્રાઇવસી સુનિશ્વિત કરી શકાય જે આ તંત્રનો મહત્વનો ભાગ છે. UIDAIએ કહ્યું કે વિવિધ નીતિઓ અને પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવી છે. એને સમયાંતરે અપડેટ કરવામાં આવી છ અને યૂઆઇડીએઆઇ પરિસરની અંદર અને બહાર ખાસ રીતે ડેટા કેન્દ્રોમાં ડેટાની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

You might also like